સુરતમાં યુપી વાળી, લિંબાયતમાં માથાભારે શખ્સના ગેરકાયદે જીમ પર બુલડોઝર ફેરવાયું - demolish an illegal gym in Surat - DEMOLISH AN ILLEGAL GYM IN SURAT
Published : Jul 12, 2024, 7:25 AM IST
સુરત: ગુનાહિત ઇતિહાસ ધરાવતા લિંબાયતના હાસિમ સિદ્દીકીના નામના માથાભારે શખ્સે ગેરકાયદે બનાવેલા જીમ પર તંત્રનું બુલડોઝર ફેરવી દેવાયું છે. યુ.પી સ્ટાઈલમાં અસમાજિક તત્વો સામે કરાતી કાર્યવાહીની જેમ લિંબાયત પોલીસે પાલિકા સાથે મળીને ડિમોલીશન પાર પાડયું હતું. લિંબાયતની ભાવના નગર સોસાયટીના કોમન ઓપન પ્લોટમાં હાસિમે આ જીમ બનાવેલું હતું. થોડા દિવસો અગાઉ હાસિમના સાગરીતોએ સોસાયયટીના યુવાન પર હથિયારો સાથે હુમલો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ હાસિમ અને તેના સાગરીતો સામે કાર્યવાહી કરાઇ હતી. આ કાર્યવાહીના અઠવાડિયામાં જ પોલીસ અને પાલિકાએ તેનું ગેરકાયદે જીમ તોડી પાડ્યું છે. મહત્વપૂર્ણ છે કે, હાસિમ સિદ્દીકી ઉપર 2009થી અત્યાર સુધીમાં 20 ગુના અલગ-અલગ પોલીસ મથકમાં નોંધાયા છે. જેમાં મારામારી, હત્યાની કોશિષ, ખંડણી, આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા છે. સુરત પોલીસે હાસિમ સામે પાસા હેઠળની કાર્યવાહી કરી ભુજ જેલમાં મોકલી આપ્યો છે.