ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભુજનું સ્વામિનારાયણ મંદિર 1 લાખ દીવાડાથી ઝગમગ્યું, જુઓ નયનરમ્ય આકાશી નજારો - BHUJ SWAMINARAYAN TEMPLE

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2024, 10:11 PM IST

ભુજ: દિવાળીના પવન દિવસે ભુજનું નૂતન સ્વામીનારાયણ મંદિર ખાતે દીપોત્સવ નિમિત્તે એક લાખ દીવડાથી ઝગમગી ઉઠ્યું હતું. નવનિર્મિત મંદિરે ભગવાન નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થયા બાદ દર વર્ષે મંદિરના પ્રાંગણમાં દીપોત્સવનું પર્વ ઉજવવાની પરંપરા ચાલતી આવી છે.  

મંદિરના કોઠારી સ્વામી નારાયણ મુનિદાસજીએ જણાવ્યું હતું કે, મંદિરના પરિસર ખાતે મંદિરના મહંત ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવતજીવનદાસજી અને પાર્ષદ જાદવજી ભગતના માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. જેમાં આજે મંદિર ખાતે લાખો દીવડા સાથે દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને હરિભક્તોએ દીપોત્સવ મારફતે ભગવાન સ્વામિનારાયણના દર્શન મેળવ્યા હતા.  

તો હરિભક્તોએ પણ દીવડા પ્રગટાવીને અયોધ્યામાં દીવા પ્રગટાવી રહ્યા હોય તેવું અનુભવ્યું હતું અને લાખો દીવડાઓનો નજારો માણીને અભિભૂત થયા હતા. દીપોત્સવ દરમિયાન ભુજના નુતન સ્વામિનારાયણ મંદિરનો આકાશી દ્રશ્ય પણ ખૂબ જ નયનરમ્ય જોવા મળ્યું હતું અને ભુજનું સ્વામિનારાયણ મંદિર 1,00,000 જેટલા દીવડાઓથી જગમગી ઉઠ્યું હતું અને પવિત્ર માહોલ ઊભો થયો હતો.

આ પણ વાંચો:

  1. ડાકોરના ઠાકોરનો અન્નકૂટ લૂંટાયો, ભાવિકોમાં લૂંટની અનોખી પરંપરા- Video
  2. નવા વર્ષની શુભકામનાઓઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ રીતે ઉજવશે નવું વર્ષ, અમિત શાહ, ગવર્નર અને શુભેચ્છકોને મળશે

ABOUT THE AUTHOR

...view details