પેરેલીસીસના દર્દીએ મતદાન કરીને અન્ય મતદારોને આપી પ્રેરણા, શું કહ્યું જાણો - Gujarat Voting Day
Published : May 7, 2024, 3:26 PM IST
ભાવનગર : ભાવનગર જિલ્લાની બેઠક ઉપર અનેક લોકોએ મતદાન કર્યું છે. વૃદ્ધોએ,અપંગોએ પણ જેને કુદરતે મજબુર કર્યા હોય તરવા દર્દીએ ખાટલામાં હોવા છતાં હિંમત દાખવી છે. ધોળા વીસીના રહેવાસી ચીમનભાઇએ તન સાથ આપતું ન હોવા છતાં મતદાન કરીને પ્રેરણા પુરી પાડી છે. જે લોકો મતદાન કરવા માટે નથી જતા તેને ચીમનભાઈ વાઘેલાના મતદાનને લઈને પ્રેરણા મેળવવી જોઈએ. જો કે ભાવનગર જિલ્લાના ધોળા વીસીમાં રહેતા ચીમનભાઈ વાઘેલાએ મતદાન કરીને અપીલ પણ કરી હતી. ભાવનગર જિલ્લાના ધોળા ગામે રહેતા ચીમનભાઈ વાઘેલાએ મતદાન કર્યું હતું. ચીમનભાઈ ધોળા ગામની શાળામાં પોતાના પુત્રની સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ચીમનભાઈ નિવૃત્ત રેલવે કર્મચારી છે. વાહન મારફતે અને લાકડીના સથવારે પોતાના પુત્રના સહયોગથી તેમને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કર્યું હતું. જો કે ચીમનભાઈ વિશે વધુ તમે જાણશો તો તમે પણ મતદાન કરવાથી અચૂક દૂર રહેશો નહીં. તેમનેે પેરેલિસિસનો એટેક આશરે 15 વર્ષ પહેલાં આવી ચૂક્યો છે. જેને પગલે તેઓ જાતે ચાલી શકતા નથી તેમના સહકાર માટે તેમનો પુત્ર તેમની સાથે રહે છે. બોલવામાં પણ તેમને તકલીફ પડી રહી છે તેવા ચીમનભાઈ જણાવ્યું હતું કે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને હું દરેક લોકોને કહું છું કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે કારણ કે મતદાન કરવું ખૂબ જરૂરી છે.