Bharat Jodo Nyay Yatra : બસ પર ચઢ્યા રાહુલ ગાંધી, USTM યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધ્યા - USTM યુનિવર્સિટી રાહુલ ગાંધી
Published : Jan 23, 2024, 1:20 PM IST
|Updated : Jan 23, 2024, 3:18 PM IST
આસામ : ભારત જોડો ન્યાય યાત્રા હાલ આસામમાં છે. જે અંતર્ગત આજે સવારે રાહુલ ગાંધી આસામ-મેઘાલય સરહદ પર USTM યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવાના હતા. જોકે કથિત રીતે યુનિયન HM વચ્ચે પડતા રાહુલ ગાંધીનું આમંત્રણ રદ કરવામાં આવ્યું હતું.
જોકે ભારત જોડો ન્યાય યાત્રાની ભાવનાને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીએ નજીકની એક હોટલ પાસે એકઠા થયેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ વર્તમાન સરકાર દ્વારા જનતાના અવાજ અને વ્યક્તિગત સ્વતંત્રતાના દમન પર ભાર મૂકી વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. વિદ્યાર્થીઓ સાથે વાતચીત બાદ રાહુલ ગાંધી યાત્રામાં આગળ વધ્યા હતા. પરંતુ USTM યુનિવર્સિટી પાસે વિદ્યાર્થીઓનું એક વિશાળ ગ્રુપ રાહુલ ગાંધીને મળવા માટે રસ્તા પર એકત્ર થયું હતું. અહીં રાહુલ ગાંધીએ બસની ઉપર ચડીને ઉપસ્થિત સેંકડો વિદ્યાર્થીઓની ભીડને સંબોધિત કરી હતી.