ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાટણની મહિલાના શંકાસ્પદ મોતના બનાસકાંઠામાં પડઘા પડ્યા, રાવળ સમાજે કરી નિષ્પક્ષ તપાસની માંગ - Patan woman Suspicious death - PATAN WOMAN SUSPICIOUS DEATH

By ETV Bharat Gujarati Team

Published : Jul 24, 2024, 1:26 PM IST

બનાસકાંઠા : પાટણ જિલ્લાના લુખાસણ ગામે ગરીબ મહિલાનો શંકાસ્પદ હાલતમાં શનિવારના રોજ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના પરિજનો અને રાવળ યોગી સમાજના લોકોએ આ મહિલા સાથે કંઈક ખોટું કૃત્ય થયું હોવાની આશંકા વ્યક્ત કરી છે. સાથે જ દોષિતોને વહેલી તકે ઝડપી કડકમાં કડક સજા કરવાની માંગ સાથે જિલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

મૃતક મહિલાના ભાઈએ જણાવ્યું કે, મારી બહેનનો મૃતદેહ મળી આવ્યા બાદ અમને ડર લાગી રહ્યો છે. કારણ કે અમારો સમાજ ગરીબ છે અને આવી ઘટનાઓથી અમે ડર અનુભવીએ છીએ. અમારી માંગ છે કે આ કૃત્ય પાછળ જે કોઈ આરોપી છે તેને વહેલી તકે ઝડપી લઈ ફાંસીની સજા આપવામાં આવે. જેથી ફરી કોઈ મહિલા સાથે આવી ઘટના ન બને.

ABOUT THE AUTHOR

...view details