ગુજરાત

gujarat

સુરત એરપોર્ટ પર એર ઈન્ડીયાની ફ્‌લાઈટને દુર્ઘટના નડી, ફ્લાઈટ કેન્સલ થતા મુસાફરો અટવાયા - Surat airport

By ETV Bharat Gujarati Team

Published : Jun 29, 2024, 9:55 PM IST

એર ઈન્ડીયાની ફ્‌લાઈટને દુર્ઘટના નડી (ETV Bharat Reporter)

સુરત : એર ઈન્ડીયાની ફ્‌લાઈટ સાથે દુર્ઘટના સર્જાયાના સમાચાર સામે આવ્યા છે. રાજધાની દિલ્હીથી વાયા સુરતથી મુંબઈ જતી ફ્‌લાઈટમાં આ ઘટના બની હતી. સુરત એરપોર્ટ પર CRJ અને ATR કક્ષાના 72થી 78 સીટર ફ્લાઈટમાં પેસેન્જરને ઉતારવા ચડાવવા મેન્યુઅલ સીડી કે દાદરનો ઉપયોગ કરવામાં આવે છે. વિમાન આવે અને જવાનું હોય ત્યારે આ સીડી વિમાન પાસે લઈ જવામાં આવે છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ દિલ્હીથી સુરત આવી એપ્રન પર પાર્ક હતી અને બેંગ્લુરુ જવા તૈયાર થઈ રહી હતી. આ વિમાનની પાંખ સાથે વાહન દ્વારા ટો થઈ રહેલી સીડી અથડાવાની ઘટના બની હતી. આ ઘટના અંગે એરપોર્ટ ઓથોરિટીએ DGCA ને જાણ કરતા ઇન્કવાયરી ઓર્ડર આપવામાં આવ્યો છે. ટેક્નિકલ ટીમ અત્યારે વિમાનની વિંગનું સમારકામ કરી રહી છે. આ ઘટનાને લીધે ફ્લાઇટ રદ થતા અકળાયેલા પેસેન્જરોને એરલાઈન્સે સાચી હકીકત જણાવી શાંત પાડ્યા હતા. સાથે જ રિફંડ મેળવવા તથા બીજા દિવસની ફ્લાઈટનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details