Semiconductor Plants in Gujarat : સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ માટે ઉપયોગી ધાતુ અને ગેસ ગુજરાતમાં ઉપલબ્ધ, અશ્વિની વૈષ્ણવે ગણાવ્યાં લાભ
Published : Mar 13, 2024, 9:24 PM IST
અમદાવાદ : અમદાવાદના ધોલેરા ખાતે ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ ( TEPL )ના કમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઇન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત' કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી આશરે 1.25 લાખ કરોડ રૂપિયાની 3 સેમિકન્ડક્ટર સુવિધાઓનું વર્ચ્યુઅલ માધ્યમથી ભૂમિપૂજન કરાવ્યું હતું. પ્રસંગે ધોલેરામાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવએ કહ્યું હતું કે, વર્ષ 1962થી સેમિકન્ડકટર ઇન્ડસ્ટ્રીને લઈને ભારતમાં પ્રયાસો ચાલુ હતા. અંતે સરકારની નિર્ણયશક્તિને કારણે દેશને આ સફળતા મળી છે. આવનારા દિવસોમાં આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ થકી મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન સાણંદ અને મેડ ઇન આસામની ટેકનોલોજીનો દુનિયાભરમાં ડંકો વાગશે.સેમિકન્ડક્ટર ચીપ્સ ઉત્પાદન માટે ધાતુ અને ગેસ ખુબ મહત્વના તત્વો છે. ચીપ્સ બનાવવા માટે અનેક દુલર્ભ ધાતુ અને વિવિધ પ્રકારના ગેસની જરૂર પડે છે. સરકારે ધાતુ અને ગેસના દરેક સપ્લાયરો સાથે વાતચીત કરી છે. બે વર્ષમાં દરેક મોટા સપ્લાયર સાથે ત્રણ વર્કશોપ કરવામાં આવ્યા છે. ગુજરાતને સૌથી મોટો ફાયદો એ છેકે કેમીકલની દુનિયાનું ટોપ 15 ઇકો સિસ્ટમ પૈકી એક દહેજમાં છે. દરેક કેમિકલ અને દરેક ગેસને સપ્લાયરો ગુજરાતમાં મોજુદ છે. આ ખૂબ જ મોટો ફાયદો ગુજરાતને મળ્યો છે. તેને કારણે સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝને આત્મવિશ્વાસ આવ્યો છે. ગુજરાતમાં દરેક પ્રકારના ગેસ, કેમિકલ, ઇક્વિપમેન્ટ, પોલીસે, હાઉસિંગ, વોટર સપ્લાય, ઈલેક્ટ્રિસિટી સહિતના સગવડ છે. સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ માટે ટ્રેન્ડ વર્ક ફોર્સ ગુજરાતમાં સહેલાઇથી ઉપલબ્ધ છે. નિરમા યુનિવર્સટીના ઘણા વિદ્યાર્થીઓને માઇક્રોન સેમીકન્ડક્ટર પ્લાંટમાં નોકરી મળી છે.. ભારત આગામી દિવસોમાં રિસર્ચ અને ડેવલપમેન્ટમાં પણ આગળ વધશે.. ભારત આગામી દિવસો માં વિશ્વના પાંચ ટોપ સેમિકન્ડક્ટર માં નામ હશે..સેમીકન્ડક્ટર માટે વીસ વર્ષનો રોડ મેપ વડાપ્રધાને બનાવી રાખ્યો છે.