ગુજરાત

gujarat

ETV Bharat / videos

TRB જવાને પાણીમાં તણાતા વૃદ્ધનો જીવ બચાવ્યો, વાલોડ પોલીસ મથકમાં બજાવે છે ફરજ - TRB officer saved old man life - TRB OFFICER SAVED OLD MAN LIFE

By ETV Bharat Gujarati Team

Published : Jul 4, 2024, 9:37 AM IST

તાપી: જિલ્લામાં TRB જવાનની સરહનીય કામગીરી સામે આવી છે. વાલોડ પોલિસ મથકમાં ફરજ બજાવતા TRB જવાને પાણીમાં તણાતા વૃદ્ધનો જીવ બચાવ્યો હતો. સાયકલ લઈને વાલોડના ધામોદલા ગામના બંગલી ફળિયામાંથી વૃદ્ધ પાણીમાં ગરકાવ થયેલા લો લેવલ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વૃદ્ધ પાણીના વહેણમાં ખેંચાઈ ગયા હતા. પાણીનો પ્રવાહ ખૂબ વધારે હતો જો કે વૃદ્ધ નાનકડા ઝાડનો સહારો લઈ અટક્યા હતા. ત્યારે વાલોડના TRB જવાન મનીષ ચૌધરી  વૃદ્ધને બચાવવા ઘૂંટણ સમાં પાણીમાં ઉતર્યા હતા, જેને વીડિયો વાયરલ થતાં લોકોએ TRB જવાનના વખાણ કર્યા હતા. તાપી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, પરિણામે 8 જેટલા લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતાં બંધ કરી દેવામાં આવ્યા હતા. 

ABOUT THE AUTHOR

...view details