ભેસ્તાન ખાતે એક પંચરની દુકાનમાં સાપ ઘૂસી જતાં નાસભાગ મચી ગઇ, દોઢ કલાકની જહેમત બાદ સાપનું કરાયું રેસ્ક્યુ - Snake rescue in Bhestan - SNAKE RESCUE IN BHESTAN
Published : Jun 28, 2024, 5:11 PM IST
સુરત: ભેસ્તાન વિસ્તારમાં પ્રિયંકા સોસાયટી પાસે આવેલી પંચરની દુકાનમાં સાપ ભરાયો હોવાનું જાણવા મળ્યું હતું. દુકાનની અંદર સાપ દેખાતાની સાથે જ ડરનો માહોલ જોવા મળ્યો હતો. તાત્કાલિક અસરથી લોકોએ પ્રયાસ સંસ્થાનો સંપર્ક કરીને સાપને બહાર કાઢવામાં આવ્યો હતો. સંસ્થાના વોલન્ટીયર્સ દ્વારા ઘટના સ્થળ ઉપર પહોંચીને સાપને બહાર કાઢવામાં આવ્યો હતો.
સાપનો રેસક્યુ: પ્રયાસ સંસ્થાના વોલન્ટીયર્સને સાપ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પંચરની દુકાનની અંદર છાપવાની ઘટના સ્થળે પહોંચ્યા હતા. દુકાનમાં બધી ચીજ વસ્તુઓ પડી હોવાથી સાપને કાઢવામાં થોડી મુશ્કેલી થઈ હતી. દોઢ કલાકની જહેમત બાદ સાપને રેસ્ક્યુ કરી લીધો હતો. સાપ ઝેરી કોબ્રા હોવાનું સામે આવ્યું હતું. સાપનું રેસ્ક્યૂ કરી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ આ સાપને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો.