મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ જોવા રાજસ્થાનનો એક યુવક સાઈકલ પર આવ્યો - IPL 2024 - IPL 2024
Published : Mar 24, 2024, 8:12 PM IST
અમદાવાદ: આજે દુનિયાના સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગણાતા નરેંદ્ર મોદી સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે (MI VS GT) રમાઈ રમાઈ રહી છે, જેને જોવા માટે દેશ વિદેશથી ચાહકો આવ્યા છે, પરંતુ આ મેચ જોવા માટે ખાસ રાજસ્થાનથી રમેશ માળી નામનો એક યુવક આવ્યો છે. આ યુવક મુંબઈ ઈન્ડિયન્સ અને રોહિત શર્માનો ખાસ ફેન છે. ખાસ એટલા માટે છે કે તે મુંબઈ ઈન્ડિયન્સની જ્યાં પણ મેચ હોય ત્યાં તે પહોચી જાય છે. આ યુવકે અત્યાર સુધી 4000 કિમીથી વધારે યાત્રા કરી ચૂક્યો છે. તેની સાથે અમારા ઈટીવીના ગુજરાત બ્યુરો ચીફ પરેશ દવેએ ખાસ વાતચીત કરી હતી. જુઓ વિડીયો