છોટા ઉદેપુરની કરા નદીમાં ફસાયેલી યુવતીનું દિલ ધડક રેકસયુ કરાયું - girl trapped in the Kara river
Published : Aug 23, 2024, 4:51 PM IST
છોટા ઉદેપુર: જિલ્લામાં મેઘરાજાનાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારે ઘોધમાર વરસાદ વરસ્યો હતો, પરંતુ કવાંટ તાલુકાના મોટી ટોકરી ગામમાં સવારમાં ખાસ વરસાદ વરસ્યો ન હોતો. ટોકરી ગામની એક યુવતી સવારમાં કુદરતી હાજતે ગઈ હતી અને ગામમાંથી પસાર થતી કરા નદીમાં અચાનક ઘોડાપુર આવતા, યુવતી એક મોટા પથ્થર પર ચઢી ગઈ હતી. ધીમે ધીમે ઊંચા પથ્થરની આજુ બાજુ પાણી ફરી વળતા યુવતી ફસાઈ ગઈ હતી. જેની જાણ ગામ લોકોનેં થતા ગામ લોકો નદી કિનારે દોડી આવ્યા હતાં અને કવાંટ મામલતદારનેં આ અંગે જાણ કરવામાં આવી હતી. યુવતી નદી વચ્ચે ફસાઈ ગયાની જાણ થતા NDRFની ટીમે યુવતીને રેસક્યુની કામગીરી હાથધરી યુવતીને સહીસલામત નદીમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી.