રાજકોટમાં બેકરીની નાન ખટાઈમાં માખી નીકળી, આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી - A fly in a bakery product - A FLY IN A BAKERY PRODUCT
Published : Aug 13, 2024, 3:45 PM IST
રાજકોટ: જિલ્લામાં બેકરીની આઈટમમાં માખી નીકળતા ગ્રાહકે ફરિયાદ કરતા મનપાના આરોગ્ય વિભાગે ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે મળતી માહિતી મુજબ રાજકોટના સાધુવાસવાણી ચોકમાં આવેલી બેકરીમાંથી એક ગ્રાહકે નાન ખટાઇ ખરીદી કરી હતી. જેમાં માખી નીકળી હતી. જે બાબતે ગ્રાહક દ્વારા મનપાના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઇ આરોગ્ય વિભાગની ટીમને તે બેકરીમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ કરતા તેની પાસે ફૂડ લાઇસન્સ પણ ન હતું. સાથે સાથે કેટલીક બેકરીઓની આઈટમોમાં માલ બન્યા તેમજ એક્સપાયરીની તારીખો પણ લખેલી ન હતી. જેથી આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર શું કાર્યવાહી કરે છે.