મનસુખ સાગઠીયા મામલે રાધિકા જેવલર્સના ઓનરનું સ્પષ્ટ નિવેદન, જાણો સાગઠિયા અને સોની વચ્ચેનો શું હતો મામલો ??? - Rajkot Game Zone Fire Accident
Published : Jul 8, 2024, 4:54 PM IST
મોરબી: સાગઠીયાએ સોની બજારમાં અલગ અલગ જવેલર્સમાંથી દાગીના ખરીધ્યા હતા. રાધિકા જવેલર્સનાં માલિક જણાવ્યું હતું કે, "સાગઠીયા સાથે અમારે કોઈ લેવા દેવા નથી.કદાચ સાગઠીયા કે અન્ય કોઈ અમારી દુકાને આવીને દાગીનાની ખરીદી કરવા આવ્યા હશે. અહી અમે લોકો બિલ ઉપર જ માલ વેચીએ છીએ".
તેમણે નિવેદનમાં જણાવ્યું કે, દુકાન માંથી જે ગ્રાહક આવે તેને બિલ વગર અમે દાગીના વેંચતા નથી. સાગઠીયા કે અન્ય કોઈ વ્યક્તિ આવ્યું હોઈ તેને જરૂરી નિયમ મુજબ પાન કાર્ડ કે આધાર રજૂ કર્યા બાદ જ તેને દાગીના વેચ્યા હશે.અમે 10 વર્ષથી હોલ માર્ક ઉપર જ દાગીના બનાવી વેંચીએ છીએ. 2018 સુધી 5 લાખનો નિયમ હતો, હવે 2 લાખની ખરીદી ઉપર પાનકાર્ડનો નિયમ લાગુ પાડ્યો છે. અમારી દુકાનની ઓપનિંગમાં ઘણા લોકો આવ્યા હતા તે પૈકી સાગઠીયા પણ ત્યારે હજાર હતા.