સુરતના કીમમાં 28 વર્ષીય યુવકનો આપઘાત, કારણ જાણી ચોંકી જશો - surat crime - SURAT CRIME
Published : Oct 4, 2024, 9:30 AM IST
સુરત: કીમ ખાતે રહેતા અને કીમ પોલીસ મથકે જીઆરડી તરીકે ફરજ બજાવતા 28 વર્ષીય યોગેન્દ્ર રમણભાઇ ચૌધરી ઘરે હાજર હતા. તે દરમ્યાન તેમની માતાએ ઘર ખર્ચનાં પૈસા બાબતે તેમને જણાવ્યું હતું. જોકે માતાની આ બાબતે યુવકને ખોટુ લાગી જતા તેણે એસીડ પી આપઘાત કરી લીધો હતો. પરીવારજનોને સમગ્ર મામલાની જાણ થતા તેમનાં દ્વારા યોગેન્દ્રને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરનાં ડોક્ટરોએ તેને મૃત ઘોષીત કર્યો હતો. તેમજ ઘટના અંગેની જાણ થતા કીમ પોલીસ બનાવના સ્થળે દોડી આવી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. તેમજ પોલીસે હાલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.