મહારાષ્ટ્રના પ્રકાશા ડેમના 8 દરવાજા ખોલાયા, ઉકાઈ ડેમમાં પાણીની આવક થઇ - Prakasha Dam
Published : Jul 30, 2024, 5:47 PM IST
તાપી: મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ પ્રકાશા ડેમના 8 દરવાજા ખોલી 87,899 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે પાણી થોડા કલાકોમાં તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં આવશે. હાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 72.015 ક્યુસેક પાણીની આવક નોંધાતા. ડેમની જળસપાટી 323.13 ફૂટને પાર પહોંચી ગઇ છે. હાલ ઉકાઈ ડેમમાંથી 600 ક્યુસેક પાણી નહેરમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે. જ્યારે ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઈ ડેમના સત્તાધીશોનું કહેવું છે કે, ઉપરવાસમાંથી પાણીનો જથ્થો જો આ રીતે આવતો રહ્યો તો ડેમ વહેલી તકે ભરાઈ જશે અને હાલ ડેમમાં પાણી સંગ્રહ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.