ચોમાસામાં જરા સંભાળીને, સ્ટ્રીટ લાઈટનો વિજપોલ વાયર ખુલ્લો હોવાથી યુવતીને લાગ્યો કરંટ - rajkot rain incident - RAJKOT RAIN INCIDENT
Published : Jul 19, 2024, 2:52 PM IST
રાજકોટ :રાજકોટમાં પડેલા ભારી વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં નાના મવા રોડ ઉપર પણ પાણી ભરાયા હતા. જ્યાંથી હરિદ્વાર હાઈટમાં રહેતી નિરાલી કુકડીયા ઉ.વ.22 નામની યુવતી મોપેડ લઇને ઘર તરફ જતી હતી. તે સમયે અચાનક સ્ટ્રીટ લાઇટના પોલના થાંભલા સાથે અથડાઈને યુવતી નીચે પડી હતી અને સ્ટ્રીટ લાઈટનો વિજપોલ વાયર ખુલ્લું હોવાથી યુવતીને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાય પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવતીનું મોત નીપજ્યું હતું. જેથી મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે. જે અંગે મેયરે પણ નિવેદન આપ્યું હતું. ત્યારે વરસાદ પડતાં નાના મવા રોડ પર યુવતી નીચે પડી હતી જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પણ સારવાર મળે તે પેહલા તેનું મોત નીપજ્યું હતું.