ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના વિવિધ ૬ ઝોનમાં ૧૬ ફેબ્રુઆરીએ ઝોન કક્ષાની યોગાસન સ્પર્ધા, વિજેતાને રોકડ ઈનામ અને સર્ટિફિકેટ અપાશે - YOGA COMPETITION

૧૬ ફેબ્રુઆરીએ ગુજરાતના કુલ ૬ ઝોન અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, જામનગર, સુરત અને રાજકોટ ખાતે ઝોન કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાશે.

ઝોન કક્ષાની યોગાસન સ્પર્ધા
ઝોન કક્ષાની યોગાસન સ્પર્ધા (pexels)

By ETV Bharat Sports Team

Published : Feb 15, 2025, 9:38 PM IST

Updated : Feb 16, 2025, 11:53 AM IST

ગાંધીનગર: રાજ્યમાં યોગને ઘરે-ઘરે પહોંચાડવા અને નાગરિકોમાં યોગ વિશે જાગૃતિ લાવવા, તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હંમેશાં પ્રયત્નશીલ કાર્ય કરતું આવ્યું છે. આ સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધા ૨૦૨૫નું આયોજન કરાયું છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવ્યા અનુસાર ગત તા. ૯ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોગાસન સ્પર્ધા ૨૦૨૫નું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં ૧૫,૦૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા સ્પર્ધકો આવતીકાલ એટલે કે, ૧૬ ફેબ્રુઆરીએ યોજાનાર ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ગુજરાતના કુલ ૬ ઝોન અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, જામનગર, સુરત અને રાજકોટ ખાતે ઝોન કક્ષાની સ્પર્ધા યોજાશે.

ઝોન કક્ષાની સ્પર્ધામાં જે જીતશે તેમને રોકડ ઈનામ અને સર્ટિફિકેટ આપવામાં આવશે. આ ઉપરાંત તેઓ રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધા માટે પણ પસંદ થશે. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજેતા બનનાર સ્પર્ધકો ગુજરાતના સૌથી સારા યોગ ચેમ્પિયન ગણાશે અને તેઓ રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ સ્પર્ધા યુવાનોને યોગ સાથે જોડવા માટે એક સારું માધ્યમ બની રહ્યું છે. વિદ્યાર્થીઓ, યુવા ખેલાડીઓ, શિક્ષકો અને યોગને પ્રેમ કરનારા દરેક નાગરિકો માટે આ સ્પર્ધા યોગના ક્ષેત્રમાં આગળ વધવાની સુવર્ણ તક મળી રહી છે.

  1. 12 વર્ષની દીકરીની અનોખી સિદ્ધિ, જુઓ આંખે પાટા બાંધીને કડકડાટ વાંચે છે
  2. ધાનેરાના યોગ સાધક ભાવેશ આવસથી, રોગીથી યોગી સુધીની સફર - Yoga
Last Updated : Feb 16, 2025, 11:53 AM IST

ABOUT THE AUTHOR

...view details