જુનાગઢઃ આજે સમગ્ર રાષ્ટ્ર 78 મો સ્વાતંત્ર પર્વ ઉજવી રહ્યું છે, ત્યારે જુનાગઢમાં આવેલા દત્ત અને દાતારની ભૂમિ એવા દાતાર પર્વત પર 3200 ફૂટની ઊંચાઈ પર ગિરનાર સ્પોર્ટ એકેડમીના યુવાનો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપીને અનોખી રીતે સ્વાતંત્ર પર્વ ઉજવ્યું હતું.
જુનાગઢના દાતાર પર્વત પર કરવામાં આવી સ્વાતંત્ર દિવસની ઉજવણી, યુવાનોએ લીધો ભાગ - Independence Day 2024
જુનાગઢમાં આવેલા દાતાર પર્વત પર 3200 ફૂટની ઊંચાઈ પર ગિરનાર સ્પોર્ટ એકેડમીના યુવાનો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપીને અનોખી રીતે સ્વાતંત્ર પર્વ ઉજવ્યું હતું. આજે 78મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી છે.- Independence Day 2024
Published : Aug 15, 2024, 8:38 PM IST
આજે સમગ્ર દેશમાં 78 મો સ્વાતંત્ર પર્વત ઉજવાય રહ્યું છે ત્યારે આજે દત્ત અને દાતારની ભૂમિ એવા જુનાગઢમાં દાતાર પર્વત પર 3200 ફૂટની ઊંચાઈ પર ગિરનાર સ્પોટ એકેડમીના યુવાનો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપીને રાષ્ટ્રના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી. પરંપરાગત રીતે જુનાગઢમાં દાતાર અને ગિરનાર પર્વત પર પણ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઈ રહેલા યુવાનોની સાથે દાતાર જગ્યાના મહંત પણ ઉજવણીમાં જોડાયા હતા અને સૌ કોઈને 78 મા સ્વાતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી હતી.