ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડની 9 વર્ષની દીકરીના પરિવારે કર્યુ અંગદાન, 8 લોકોની જિંદગીમાં અજવાળા પાથર્યા - Organ donation of a 9 year old girl - ORGAN DONATION OF A 9 YEAR OLD GIRL

ભારતમાં સૌ પ્રથમવાર ઘટના બની છે કે. વલસાડની 9 વર્ષની સૌથી ઓછી વયની દીકરીએ સૌપ્રથમવાર પોતાના હાથનું મૃત્યુ બાદ દાન કર્યું છે. સાથે જ પોતાના વિવિધ અંગોનું દાન કરી 8 જેટલા લોકોને નવજીવન આપ્યું છે. Organ donation of a 9 year old girl

વલસાડની 9 વર્ષીય દીકરીએ અંગદાન કર્યું
વલસાડની 9 વર્ષીય દીકરીએ અંગદાન કર્યું (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2024, 8:27 PM IST

વલસાડ: ભારતમાં સૌ પ્રથમવાર ઘટના બની છે કે 9 વર્ષની સૌથી ઓછી વયની દીકરીએ સૌપ્રથમવાર પોતાના હાથનું મૃત્યુ બાદ દાન કર્યું છે. સાથે જ પોતાના વિવિધ અંગોનું દાન કરી 8 જેટલા લોકોને નવજીવન આપ્યું છે. વલસાડની આ દીકરી બ્રેન ડેડ હતી. તેમના માતા-પિતાએ દીકરીના અંગદાનનો નિર્ણય કર્યો હતો. જે બાદ અંગદાન કરતા 8 જેટલા લોકોને આ દીકરીના અંગદાનથી જીવનમાં અજવાળા પથરાયા છે.

સૌથી નાની વયે દીકરીનું અંગદાન:વલસાડમાં માત્ર 9 વર્ષની દિકરી દેશની સૌથી નાની વયની હેન્ડ ડોનર બની છે. બ્રેન ડેડ રિયા મિસ્ત્રીના પરિવારે ડોનેટ લાઇફ સંસ્થાના માધ્યમથી બ્રેન ડેડ દિકરીના હાથની સાથે કિડની, લિવર, ફેફસા અને આંખોનું દાન કરીને 8 લોકોને જીવનદાન આપ્યું છે.

વલસાડની 9 વર્ષીય દીકરીએ અંગદાન કર્યું (Etv Bharat Gujarat)

બાળકીને સારવાર દરમ્યાન બ્રેઈન હેમરેજ: વલસાડમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની રિયા મિસ્ત્રીની તબિયત 13 સપ્ટેમ્બરના રોજ બગડી હતી. જેને વલસાડની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. 9 વર્ષની વિદ્યાર્થિનીને શરુઆતમાં ઉલ્ટી થઇ હતી અને 14 સપ્ટેમ્બરના રોજ બાળકીને વલસાડની લોટ્સ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. ત્યારે તેને તીવ્ર માથાનો દુખાવો શરૂ થયો હતો. જે બાદ બ્રેઈન હેમરેજના હોવાનું જાણવા મળ્યું હતું.

બાળકીના માતા-પિતાએ અંગદાન કરવા પ્રેરણા આપી:ગત 15 સપ્ટેમ્બરના રોજ બાળકીને કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં બીજા દિવસે તેણીને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવી હતી. બાળકીની પાલક માતા, ડૉ. ઉષા મેશેરી, ગાયનેકોલોજિસ્ટ, બાળકીના માતા-પિતાએ અંગ દાન કરવા માટે પ્રેરણા આપી હતી અને માતાપિતાએ તૈયારી દર્શાવ્યા બાદ અંગદાન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

રિયાના અંગોથી કોની બચી જિંદગી: ડોનેટ લાઇફના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, બાળકીની એક કિડની તે જ હોસ્પિટલમાં 13 વર્ષના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી અને બીજી કિડની અને લીવર અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. હૈદરાબાદમાં 13 વર્ષની બાળકીમાં ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. 15 વર્ષની છોકરીને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો. જે મુંબઈની 11 ધોરણની વિદ્યાર્થીની હતી. જેને રિસીવરનો વીજ કરંટ લાગ્યો હતો અને એક હાથ ગુમાવ્યો હતો."હેન્ડ ડોનર રિયા અને રિસીવર દેશમાં સૌથી નાની ઉમરનાં છે. અગાઉ, સૌથી નાનો હાથ દાતા સુરતનો 14 વર્ષનો છોકરો હતો.

બાળકીની પ્રાર્થના સભા યોજાઇ: વલસાડમાં સરદાર હાઈટસ ખાતે રહેતી રિયાની પ્રાર્થના સભા યોજાઇ હતી. જેમાં રિયાના પરિવારજનો સહિત વલસાડના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિયાની પ્રાર્થના સભામાં ડોનેટ લાઈફ સુરતના CEO અને ટ્રસ્ટી નીરવ માંડલેવાલા પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના સભામાં નિરવભાઈએ રિયાનો ફોટો સ્ટેમ્પ તેમજ સન્માનપત્ર રિયાના માતા-પિતાને આપ્યું હતું. રિયાના પાલક માતા ડો. ઉષા મૈસેરી અને જનેતા માતા તૃષ્ણાબેન પિતા બોબીભાઈને રિયાના અંગદાન માટે બિરદાવીને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. આમ વલસાડની માત્ર 9 વર્ષની દીકરીએ તેના મૃત્યુ બાદ અંગદાન કરતા 8થી વધુ લોકોને અંગો મળતા તેમના જીવનમાં અજવાળા પથરાયા છે.

આ પણ વાંચો:

  1. ભાવનગરમાં ચોમાસામાં તૂટેલા રસ્તાઓ ઠીક કરવામાં કરોડોના ખર્ચનો દાવો, સમારકામ માટે શું થઇ કામગીરી જાણો - Bad condition of roads
  2. તંત્રને જગાડવાનો ગામ લોકો મેદાને, રસ્તા માટે શ્રીરામ લખીને પથ્થરોથી રામસેતૂ બનાવવાનો કર્યો પ્રયાસ - The river causeway broke

ABOUT THE AUTHOR

...view details