ગુજરાત

gujarat

ETV Bharat / state

World Kidney Day : આજે વિશ્વ કિડની દિવસ, શરીરના તમામ સંતુલન માટે કિડની મહત્વનું આંતરિક અંગ - World Kidney Day

આજે વિશ્વ કિડની દિવસની ઉજવણી થઈ રહી છે. વર્ષ 2006માં કિડની દિવસની ઉજવણી કરવાની પરંપરા શરૂ થઈ. તે મુજબ માર્ચ મહિનાના બીજા ગુરુવારે સમગ્ર વિશ્વના લોકો શરીરમાં મહત્વના આંતરિક અંગ અને જેનું સંતુલન સમગ્ર શરીર માટે ખૂબ જ મહત્વનું છે તેવી કિડની પ્રત્યેક કાળજી રાખે તે માટે આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી.

World Kidney Day : આજે વિશ્વ કિડની દિવસ, શરીરના તમામ સંતુલન માટે કિડની મહત્વનું આંતરિક અંગ
World Kidney Day : આજે વિશ્વ કિડની દિવસ, શરીરના તમામ સંતુલન માટે કિડની મહત્વનું આંતરિક અંગ

By ETV Bharat Gujarati Team

Published : Mar 14, 2024, 6:45 PM IST

આજે વિશ્વ કિડની દિવસની ઉજવણી

જુનાગઢ : આજે સમગ્ર વિશ્વમાં કિડની દિવસની ઉજવણી થઈ રહી છે. વર્ષ 2006માં ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી દ્વારા વિશ્વનો પ્રત્યેક વ્યક્તિ કિડની જેવા સૌથી મહત્વના આંતરિક અંગ બાબતે કાળજી લેતો થાય તેમજ કિડની જેવા મહત્વના અંગનું ખાસ તકેદારી રાખે તેમજ કિડનીના રોગો પ્રત્યે લોકોમાં જગજાગૃતિ આવે તે માટે માર્ચ મહિનાના બીજા ગુરુવારે વિશ્વ કિડની દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. કિડની કોઈ પણ પ્રાણીના શરીરનું ખૂબ જ મહત્વનું આંતરિક અંગ છે. કિડની સમગ્ર શરીરની આંતરિક અંગોની સાથે કોઈપણ વ્યક્તિને તંદુરસ્ત રાખવા માટે પણ આટલું જ મહત્વનું છે. કિડની પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે તો કિડની સંપૂર્ણ પણે કામ કરતી બંધ થઈ જાય છે .જેને કારણે કોઈ પણ જીવનું મોત થઈ શકે છે તે પ્રકારની તકેદારી સૌ કોઈ રાખે તે માટે કિડની દિવસની ઉજવણી કરવાની પરંપરા શરૂ થઈ.

આજે સમગ્ર વિશ્વમાં આઠ કરોડથી વધુ દર્દીઓ :આજે કિડનીના રોગના 8 કરોડ કરતાં વધારે દર્દીઓ સમગ્ર વિશ્વમાં નોંધાયેલા છે. આધુનિક જીવન પદ્ધતિને કારણે કોઈપણ જીવ પોતાના આરોગ્ય પ્રત્યે દુર્લક્ષ સેવતો થયો ત્યારથી કિડનીના રોગો પણ સતત વધી રહ્યા છે. કામનું ભારણ કે માનસિક તાણ નીચે આજે મોટાભાગના વ્યક્તિઓ લોહીનું ઊંચું કે નીચું દબાણ અને મધુ પ્રમેહ જેવી બીમારીને વણ જોઈતું આમંત્રણ આપે છે. આવી પરિસ્થિતિમાં મધુ પ્રમેહ અને લોહીના દબાણની સારવાર તુરંત કરવામાં ના આવે તો તેની વિપરીત અસરો કિડની જેવા ખૂબ જ મહત્વના આંતરિક અંગ પર પડે છે. જેને કારણે કિડની ફેઈલ થવા સુધીની નોબત આવે છે .આવા કિસ્સામાં કોઈપણ વ્યક્તિનું મોત સુનિશ્ચિત બને છે. આજે કિડનીના રોગો સતત વધી રહ્યા છે જે પણ એક ચિંતાનો વિષય છે.

સમયસર સારવાર જરૂરી :કોઈપણ વ્યક્તિમાં લોહીનું ઊંચું કે નીચું દબાણ અને મધુ પ્રમેય જેવી બીમારી હોય તો કોઈપણ વ્યક્તિએ તુરંત તેનો ઈલાજ કરાવો પડે. નહિતર લાંબા ગાળે તેની વિપરીત અસરો કિડની ફેલ થવા સુધી પણ પહોંચી શકે છે. કિડની નબળી પડવી કે કિડનીનું કામ કરતું બંધ થવું તેની વિપરીત અસરો શરીરના અન્ય ખૂબ જ મહત્વના ગણી શકાય તેવા આંખ મગજ હૃદય પર પણ પડે છે. જેને કારણે કિડની ફેલ થવા સુધીની નોબત પણ આવતી હોય છે.

  1. World Kidney Day 2023 : આજે વિશ્વ કિડની દિવસ દર વર્ષે વધી રહ્યા છે, કેમ વધી રહ્યા છે કિડની રોગના દર્દી
  2. Valentine Day 2023 : તુ મેરી જીંદગી હે, જીવનસાથીને બચાવવા કિડની ભેટના 210 પ્રેરણાત્મક કિસ્સાઓ

ABOUT THE AUTHOR

...view details