ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારત માટે કેમ ખાસ છે C-295 એરક્રાફ્ટ ? હવે વડોદરામાં થશે પ્રોડક્શન, જાણો C-295 એરક્રાફ્ટની વિશેષતાઓ - C 295 AIRCRAFT VADODARA PLANT

દેશની તાકતમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, ભારતની શક્તિમાં જે વધારો થયો છે તેનું નામ C-295 એરક્રાફ્ટ છે. જેનું હવેથી વડોદરામાં પ્રોડક્શન થશે.

દેશની નવી તાકત C-295
દેશની નવી તાકત C-295 (Etv Bharat Graphics team)

By ANI

Published : Oct 28, 2024, 3:41 PM IST

Updated : Oct 28, 2024, 5:34 PM IST

વડોદરા: વડોદરામાં પીએમ મોદી અને સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝ વચ્ચે ઉષ્માભરી મુલાકાત થઈ, બંને વડાઓએ વડોદરામાં મોટો રોડ શો કરીને ભારત-સ્પેનની મજબુત મિત્રતાના દર્શન કરાવ્યા.

સ્પેનિશ પીએમની મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે સ્પેનિશ સી-295 એરક્રાફ્ટનું ઉત્પાદન હવેથી વડોદરાના ટાટા એરક્રાફ્ટ પ્લાન્ટમાં કરવામાં આવશે. આ અંગે ભારત અને સ્પેન વચ્ચે 56 એરક્રાફ્ટ બનાવવા માટે કરાર પણ કરવામાં આવ્યા છે.

દેશની નવી તાકત C-295 એરક્રાફ્ટ (ANI)

દેશની નવી તાકતC-295 એરક્રાફ્ટ

આપને જણાવી દઈએ કે પહેલા 16 એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવશે. ખાસ વાત એ છે કે અન્ય તમામ 40 એરક્રાફ્ટ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા ભારતમાં તેના વડોદરા પ્લાન્ટમાં બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે પહેલીવાર દેશની કોઈ ખાનગી કંપની સેના માટે લશ્કરી વિમાનો બનાવશે.

C295 એક ક્રાફ્ટની વિશેષતા (Etv Bharat Graphics team)

ભારતીય વાયુસેના માટે, પરિવહન વિમાન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તે સૈનિકો, શસ્ત્રો, બળતણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે. હળવા વજનના પરિવહનમાં પણ C-295 ભારતીય સેના માટે મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યું છે.

C-295 એરક્રાફ્ટની ક્ષમતા અને વિશેષતા

C-295 એરક્રાફ્ટની વિશેષતાની વાત કરીએ તો તેને બે પાઇલોટ દ્વારા ઉડાડવામાં આવે છે. આમાં 73 સૈનિકો, 48 પેરાટ્રૂપર્સ, 12 સ્ટ્રેચર ઇન્ટેન્સિવ કેર મેડેવેક અથવા 27 સ્ટ્રેચર મેડેવેક અને 4 મેડિકલ એટેન્ડન્ટ એકસાથે મુસાફરી કરી શકશે. આ C-295 એરક્રાફ્ટ 9250 કિલોગ્રામ વજન વહન કરી શકે છે. આ એરક્રાફ્ટની લંબાઈ 80.3 ફૂટ છે, જેની પાંખો 84.8 ફૂટ છે અને ઊંચાઈ 28.5 ફૂટ છે. C-295 એરક્રાફ્ટમાં લગભગ 7650 કિલો ઇંધણનું વહન કરી શકે છે.

આ સિવાય તે 482 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તેની બીજી ખાસ વાત એ છે કે તેને લેન્ડ કરવા માટે ટૂંકા રનવેની જરૂર પડે છે. ટેક ઓફ કરવા માટે 844 મીટરથી 934 મીટર લંબાઇના રનવેની જરૂર પડે છે. આ એરફ્રાક્ટ 420 મીટર રનવે પર સરળતાથી લેન્ડ થઈ શકે છે. આ સિવાય 800 કિલો વજનના હથિયારો પણ આ એરક્રાફ્ટમાં લગાવી શકાય છે.

ભારત માટે આ C-295 એરક્રાફ્ટ સૈનિકો, શસ્ત્રો, ઇંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગણતરની મિનિટોમાં લઇ જવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ એરક્રાફ્ટ ભારતના જૂના HS748નું સ્થાન લેશે.

  1. 'વતનમાં વડાપ્રધાન': નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝને સમગ્ર વડોદરાવાસીઓએ હેતે વધાવી લીધા
  2. PM મોદી અને સ્પેનના પીએમ ગુજરાતના પ્રવાસે, જાણો આજે ક્યાં ક્યા કાર્યક્રમમાં આપશે હાજરી
Last Updated : Oct 28, 2024, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details