વડોદરાઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહના આંબેડકરને લઈને કરવામાં આવેલા નિવેદનને લઈને સંસદમાં આજે ગુરુવારે જોરદાર ઉહાપોહ મચ્યો હતો. માહોલ એટલો તણાવગ્રસ્ત થયો કે આ દરમિયાન ઓડિસાના ભાજપના સાંસદ ઘાયલ થઈ ગયા અને વડોદરાના સાંસદ હેમાંગ જોષીએ રાહુલ ગાંધીની પાસે જઈને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. અરે ત્યાં સુધી કે રાહુલ ગાંધીને પ્રતાપ સારંગી પાસે લઈ આવ્યા અને કહ્યું કે આ તમે શું કર્યું? સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ લગાવ્યો હતો.
ધક્કા મુક્કીના મામલાને લઈને જ્યાં સત્તાપક્ષ અને વિપક્ષ સામ સામે આવી ગયા છે ત્યાં મીડિયાના સવાલોના જવાબ આપતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે તે સંસદમાં જતા હતા તો કેટલાક ભાજપ સાંસદોએ મુખ્ય દરવાજા પર તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમને ધમકાવ્યા તે પછી ધક્કા મુક્કી થઈ. આ પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી સાથે પણ ધક્કા મુક્કી થઈ.
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ
આ ઘટનાને લઈને બંને પક્ષે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભાજપ સાંસદ અનુરાગ ઠાકુર અને બાંસુરી સ્વરાજ સંસદ માર્ગ પોલીસ મથકે પહોંચ્યા અને રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ કરાવી છે. જે પછી અનુરાગ ઠાકુરે કહ્યું કે ઘટનામાં બે સાંસદોને ઈજા થઈ છે. અમે રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની કલમ 109 અંતર્ગત ફરિયાદ કરી છે.
ત્યાં કોંગ્રેસ સાંસદોનું પ્રતિનિધિમંડળ પણ ભાજપ સામે ફરિયાદ કરવા આ જ પોલીસ મથકે પહોંચ્યું અને જેમાં મહિલા સાંસદ પણ શામેલ હતા. કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહે કહ્યું કે ખોટા આરોપ લગાવવા ભાજપના ચરિત્રમાં છે. ભાજપે બાબાસાહેબ આંબેડકર અંગે જે કહ્યું છે, તેના પર પડદો નાખવા માટે નાટક અને નૌટંકી કરી છે. આ બધું ભાજપ સાંસદો દ્વારા રાહુલ ગાંધીનો રસ્તો રોકવાના કારણે થયું.
ગુજરાતના સાંસદ કોણ?
ગુજરાતમાં ભાજપ માટેની સૌથી સેફ ગણાતી લોકસભા સીટથી જીતેલા હેમાંગ જોશી વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાંથી ભણેલા છે. તે પછી તેમણે ફિજિયોથેરાપીનું ભણતરણ પુરું કર્યું. તેઓ આ યુનિવર્સિટીમાં સોશ્યલ સાયન્સ ફેકલ્ટીમાં જીએસ પણ રહી ચુક્યા છે. ઉપરાંત વડોદરા કોર્પોરેશનમાં શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન પણ રહી ચુક્યા છે.
- બેંગકોકથી મોરબી જવા 3.5 કરોડના ગાંજા સાથે બે ઈન્ટરનેશનલ એરપોર્ટમાંથી નીકળી ગયો, અમદાવાદમાં ઝડપાયો
- હાસ્ય કલાકારોની દુનિયામાં જામનગરના એક સિતારાની અલવિદા...