રાજકોટ: ઉમરનાં એક પડાવ પર આવેલા આ વરિષ્ઠ નાગરિકોએ કદાચ સ્વતંત્ર ભારતનાં સમયથી ચૂંટણીઓ જોઈ હશે, પણ આજે જ્યારે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીઓમાં ત્રીજા ચરણમાં ગુજરાતમાં મતદાન શરુ થવા માટે ગણતરીના દિવસો જ રહી ગયા છે. ત્યારે આ વરિષ્ઠ નાગરિકોને રામ-મંદિર, કાશ્મીરમાંથી કલમ 370નો અનુચ્છેદ, રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ જેવા મુદાઓ સ્પર્શી ગયાની વાત તેમણે નિખાલસપણે સ્વીકારી છે.
રાજકોટ સ્થિત વરિષ્ઠ નાગરિકોએ ETV ભારતનાં ચૌપાલ કાર્યક્રમમાં શું કહ્યું? જાણો - SENIOR CITIZENS RAJKOT
રાજકોટ સ્થિત વરિષ્ઠ નાગરીકો (સિનિયર સિટીઝન્સ) એકમત છે સનાતનવાળ, રાષ્ટ્રવાદ અને વિકાસ-પ્રગતિની વિચારધારા મુદ્દે અને તેમનો મત એ લોકો તેનેજ આપશે, પરંતુ સાથે-સાથે અમુક સ્થાનિક પ્રશ્નોને લઈને જે નેતા વાચા આપશે, તેને આ વરિષ્ઠ નાગરિકોનો વર્ગ તેમનો કિંમતી અને પવિત્ર મત આપશે, વધુમાં આ વરિષ્ઠ નાગરિકોએ શું કહ્યું તે જાણવા અને સમજવા માટે વાંચો અને જુઓ આ અહેવાલ ...SENIOR CITIZENS RAJKOT
Published : May 4, 2024, 8:07 AM IST
રાષ્ટ્રમાં વિકાસ અને પ્રગતિની લહેર: આ વરિષ્ઠ નાગરિકોનું ચોક્કસપણે ક્યાંક એવું પણ માનવું છે કે, રાષ્ટ્રમાં જે વિકાસ અને પ્રગતિની લહેર જોવા મળી છે તે અભૂતપૂર્વ છે. અને સાથે-સાથે સનાતન ધર્મ માટે ગૌરવની ભાવના, 70 વર્ષથી પડતર રામ-મંદિરની સ્થાપનાનો મુદ્દો, કાશ્મીરમાંથી કલામ 370 હટાવવાનું જે ન ભૂતો ન ભવિષ્યતિ જેવું કાર્ય સરકારે કર્યું છે. તેમનો મત હંમેશા એ સરકાર માટે જ હશે અને રહેશે. પાણી, આરોગ્ય, સલામતી, વીજળી અને રોડ-રસ્તાની પરિસ્થિતિ સુધરી હોવાનું આ વરિષ્ઠ નાગરિકો સ્વીકારે છે. રાજકોટ ખાતે એઈમ્સ હોસ્પિટલ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પણ સુધરી હોવાનું આ વરિષ્ઠ નાગરિકો સ્વીકારે છે અને બીજો કોઈ રાજનૈતિક વિકલ્પ પણ ન હોવાનું સ્વીકારે છે.
જે વચનો આપવામાં આવે છે તે પાળવામાં આવતા નથી: વરિષ્ઠ નાગરિકો અને તેમાં પણ મોટા ભાગનાં પેંશનર હોવાથી મોંઘવારી આ વર્ગને અસર કરે છે. સિનિયર સીટીઝન માટે ટ્રેનમાં ડિસ્કાઉન્ટ ફરી પાછું લાગુ થવું જોઈએ તેવું આ વર્ગ વિચારે છે. તો ક્યાંક જનઔષધિ કેન્દ્રો તેમના દવાનાં ખર્ચને પહોંચી વળવા મદદરૂપ થાય છે અને આ મુદાઓને ધ્યાને લઈને આ મતદાતાઓ તેમનો મત આપશે. સ્થાનિક મુદ્દાઓને લઈને આ વરિષ્ઠ નાગરિકો એવું પણ માને છે કે, જે વચનો આપવામાં આવે છે તે પાળવામાં આવતા નથી એટલે જે પક્ષનાં નેતા રાજકોટમાં મંજુર થયેલ રામનાથ મંદિરનો જીર્ણોધાર, રાજકોટથી મુંબઈ વોલ્વો બસની શરૂઆત, રિવરફ્રન્ટની યોજના પાર પાડશે તેમજ સ્વચ્છ ભારતની સમસ્યા અને ટ્રાફીકની સમસ્યાને જે નેતા દુર કરશે, તે નેતાને જ તેમનો પવિત્ર અને કિંમતી મત આપશે.
TAGGED:
SENIOR CITIZENS RAJKOT