અમદાવાદ:થોડા દિવસો અગાઉ ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના બે ભાગ પાડી વાવ-થરાદ અને બનાસકાંઠા એમ બે જિલ્લા અલગ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો ઉત્તર ગુજરાતમાં ઘણો વિરોધ પણ થઈ રહ્યો છે. ઘણા લોકોનું કહેવું છે કે આ નિર્ણય અયોગ્ય છે અને આમાં કોઈનું હિત જળવાયેલું નથી. કાંકરેજ, ધાનેરા અને દિયોદર તાલુકાના લોકોએ બનાસકાંઠામાં રહેવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે ધાનેરાવાસીઓએ પોતાના વેપાર ધંધા સજ્જડ બંધ રાખીને ઉગ્ર વિરોધ પણ કર્યો હતો.
બનાસકાંઠાના ભાગલા પર મેવાણીએ શું કહ્યું?
આજરોજ અમદાવાદ ખાતે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા બનાસકાંઠાના બે ભાગ પાડવામાં આવ્યા છે તે બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "બનાસકાંઠાના બે ભાગ કેવી રીતે પાડ્યા તે મને હજી સુધી સમજાતું નથી, કોઈપણ જિલ્લાના બે ભાગ પાડવા કદાચ જરૂરી તે જિલ્લાના ખેડૂતો, પશુપાલકો અને શ્રમજીવીઓ એમને પોતાના બંધારણીય હક અધિકાર મળે ઉત્તર ગુજરાતનો પીવાના પાણીનો પણ પ્રશ્ન છે, બનાસકાંઠામાં પણ છે એ પ્રશ્નનો નિરાકરણ થાય, નવા GIDC અને ઇનવિડ્સ બને જેનાથી બનાસકાંઠા જિલ્લાના હજારો બેરોજગારોને રોજગાર મળે એ સવાલોનું સમાધાન નહીં કરવું"