ભાવનગર: તમારા બોડી ચેકઅપની જેમ હવે તમારે તમારા વાહનનું પણ હવે બોડી ચેકઅપ કરાવવું પડશે. ભાવનગરમાં જુન માસથી વ્હીકલ ફીટનેશ સેન્ટરનો પ્રારંભ થઇ ચુક્યો છે. જાણો નિયમો શુ છે ભાવ શુ છે અને ક્યા વાહનોને એક વર્ષે ફીટનેશ કરાવવુ જરૂરી છે. કેટલા પેરામીટરમાં તમારું વાહન ભંગારમાં જશે. જાણો બધું.
ભાવનગરના કરદેજમાં વ્હીકલ ફીટનેશ સેન્ટર શરૂ:શ્રીજી વ્હીકલ ફિટનેશ સેન્ટરના માલિક હરદેવસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ગુજરાતમાં આવી ગયો છે છેલ્લા 2 વર્ષથી, પણ ઘણી જગ્યાએ ચાલુ થયા હતા ઘણી જગ્યાએ કાર્યરત ન થયા હતા. આ બધી જર્મન ટેકનોલોજીની મશીનરી છે અને સ્ક્રેપ પોલિસી છે કે ગવર્મેન્ટ જે છે એ આ ફિટનેસ સેન્ટર જ નક્કી કરશે કે 15 વર્ષ પછી આ વ્હીકલ રોડ ઉપર ચાલવા લાયક છે કે નહીં. જો આમાંથી તમે આ પેરામીટર્સમાં તમે ત્રણ વાર નાપાસ થાવ તો એ વાહનને તમારે સ્ક્રેપ કરવું પડે. જે રીપોર્ટ થાય એ સીધા બંધ કવરમાં આવે છે. બાકી પેરામીટર બહાર બતાવે છે.
વાહનોના પણ સુગર, બીપી માપવામાં આવશે: વધુમાં જણાવ્યું હતું કે, પેરામીટર્સ બધા જે છે તો પણ ફિટનેસ ના હોયને તો એક પ્રકારના રોડ ઉપર ચાલે છે બોમ્બથી કાંઈ ઓછા નથી. હવે કેવું છે અત્યારે તમારે જોવો છો વ્હિકલ ફિટનેસ થઈ રહી છે કે બહાર નીકળે જેમકે આ ફિટનેસ તમારું બોડી બે સેમ વસ્તુ છે. મને એટલી ખબર પડે કે તમે આજે તમારું બોડી ચેકઅપ કરાવ્યું છે તમને ખ્યાલ છે કે નહિ ભાઈ મને બધી, મારું હાર્ટ ઓકે છે,મારું સુગર ઓકે છે બીપી ઓકે છે. આજ બધા પેરામીટર નક્કી કરશે કે મારું વાહન ઓકે છે એટલે પાસનું સર્ટીફીકેટ મને મળ્યું છે. એક વર્ષની સંપૂર્ણ રોડ ઉપર ચાલશેને તો મને એટલો ખ્યાલ છે. 90 ટકા 95 ટકા વાહનની હિસાબે એકસીડન્ટ નહીં થાય પછી ડ્રાઇવરોની ભૂલે થાય તો કેહવાય નહિ.
કેટલાના ખર્ચે તૈયાર થયો પ્લાન્ટ ફિટનેશનો:મને આ ફિટનેસ સેન્ટર શરૂ થયું ગુજરાતમાં બધા આરટીઓ જ્યાં જ્યાં ફિટનેસ સેન્ટર શરૂ થયા છે, એ બંધ થયા. એને મારે લગભગ જૂનથી શરૂ થઈ ગયું છે. કાયદો આવી ગયો છે જૂનથી કે જ્યાં ફિટનેસ સેન્ટર શરૂ થઈ ગયા છે એ બધા આરટીઓએ બંધ કરી દેવા. આ બધા ઇમ્પોર્ટ કરેલા છે અમુક જર્મન ટેકનોલોજી છે અમુક યુરોપ થી આવેલા છે એની બધી એજન્સીઓ છે ગુજરાતમાં છે મહારાષ્ટ્રમાં છે ત્યાંથી આવ્યા છે. આખો ફિટનેસ સેન્ટરનો ખર્ચ 4 થી 4.5 કરોડની આજુબાજુ થાય છે.