ગુજરાત

gujarat

ETV Bharat / state

International Women’s Day : સમાનતા, સ્વતંત્રતા અને આત્મવિશ્વાસનું પ્રતિબિંબ એટલે We are one ગ્રુપ ! - International Women’s Day 2024

અમદાવાદનું We are one ગ્રુપ લાંબા સમયથી મહિલા ઉત્થાન માટે કાર્યરત છે. ત્યારે આજે આ ગ્રુપના સભ્યોએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરી હતી. આ ગ્રુપના સભ્યોનું માનવું છે કે, સ્ત્રી કોમળ છે પણ કમજોર નહીં. સમાજમાં એક ઉત્તમ સ્થાન અને સન્માન આપવામાં આવે તો દરેક ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ શિખર સુધી પહોંચી શકે છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી

By ETV Bharat Gujarati Team

Published : Mar 8, 2024, 12:11 PM IST

સમાનતા, સ્વતંત્રતા અને આત્મવિશ્વાસનું પ્રતિબિંબ એટલે We are one ગ્રુપ

અમદાવાદ :દર વર્ષે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામાં આવે છે. આજે વિશ્વ મહિલા દિવસ નિમિતે આપને કેટલીક એવી મહિલાઓના જીવનનો પરિચય કરીએ જેમણે જાહેર જીવનમાં પ્રગતિ કરી છે. અમદાવાદના We are one group દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ આયોજનમાં ગેમ્સ, ગરબા, ડાન્સ અને ગીત ગાઈને આ ખાસ દિવસ મનાવ્યો હતો.

વી આર વન ગ્રુપ : અમદાવાદના We are one group ના સ્થાપક ડિમ્પલબેને કહ્યું કે, મહિલા મજબૂત બનશે તો ઘર મજબૂત બનશે અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ થશે. We are one group નો ઉદ્દેશ એજ છે કે દરેક મહિલાને અમે મદદરૂપ થઈએ. તેમના જીવનમાં આવતી તકલીફોને દૂર કરીને પોતાના માટે જિંદગીના દરેક ક્ષણને હરખથી જીવીએ.

મહિલાનું સંઘર્ષમય જીવન : We are one group ના સભ્ય ભારતીબેનનું માનવું છે કે, મહિલાનું જીવન સંઘર્ષથી ભરેલું હોય છે, પણ હસતા મુખે તમામ જવાબદારી મહિલા ઉપાડી લેતી હોય છે. આજે દરેક ક્ષેત્રે મહિલાઓ નિપુણ છે, અન્ય મહિલાઓ જે ઘરકામમાં વ્યસ્ત છે તેમને તેમની પ્રતિભા દર્શાવવાનો અવસર મળવો જોઈએ.

સમાજ ઘડતરમાં મહિલાની ભૂમિકા : રૂપલબેન વ્યાસ જણાવે છે કે સમાજના ઘડતરમાં મહિલા રહેલી છે. અનેક જવાબદારી અને ભૂમિકા નિભાવતા મહિલાને પોતાના માટે સમય રહેતો નથી, જે વ્યવસ્થામાં થોડો બદલાવ લાવવાની જરૂર છે. સ્ત્રીની શક્તિ અને ક્ષમતાને ઓળખવાની જરૂર છે. સમાજમાં એક ઉત્તમ સ્થાન અને સન્માન આપવામાં આવે તો દરેક ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ શિખર સુધી પહોંચી શકે છે, બસ જરૂરી છે પાંખો ખોલીને એક ઉડાન ભરવાની.

સ્ત્રી કોમળ છે પણ કમજોર નહીં, આ કહેવત સાચી ઠરે છે. આ દરેક મહિલાએ પોતાની કારકિર્દી ક્ષેત્રે અથવા તો અંગત જીવનમાં પોતાનું નામ, પરિવારનું નામ અને સમાજમાં નામના મેળવી છે, જે ખરેખર બિરદાવવા લાયક છે.

  1. International Women's Day 2024: અઢી વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી,માતા સાથે સંઘર્ષ કર્યો, આજે છે ખુબ સફળ વ્યક્તિત્વ
  2. International Women's Day 2024: સાબરમતી આશ્રમમાં ચરખાની મહાનુભાવોને ટ્રેનિંગ આપતા લતાબેન

ABOUT THE AUTHOR

...view details