ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં ભર ચોમાસે 53 જેટલી સોસાયટીઓમાં ટેન્કર રાજ, પાણીની અછત - Water scarcity in Jamnagar

ગુજરાત રાજ્યમાં ઘણા એવા વિસ્તારો છે. જ્યાં ઉનાળાની સિઝનમાં પાણીની અછત સર્જાતી હોય છે. પરંતુ ભર ચોમાસામાં પણ પાણી માટે લોકોને વલખા મારવા પડે તો તે મહાનગરપાલિકા માટે શરમજનક બાબત કહેવાય. ત્યારે આવી જ એક ઘટના જામનગરમાંથી સામે આવી છે.

જામનગરમાં ભર ચોમાસે 53 જેટલી સોસાયટીઓમાં ટેન્કર રાજ
જામનગરમાં ભર ચોમાસે 53 જેટલી સોસાયટીઓમાં ટેન્કર રાજ (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Jul 27, 2024, 5:40 PM IST

ભર ચોમાસે જામનગર મનપા દ્વારા ટેન્કરમાં પાણી પહોંચાડવામાં આવે છે (ETV BHARAT GUJARAT)

જામનગર: ગુજરાત રાજ્યમાં ઘણા એવા વિસ્તારો છે. જ્યાં ઉનાળાની સિઝનમાં પાણીની અછત સર્જાતી હોય છે. પરંતુ ભર ચોમાસામાં પણ પાણી માટે લોકોને વલખા મારવા પડે તો તે મહાનગરપાલિકા માટે શરમજનક બાબત કહેવાય. ત્યારે આવી જ એક ઘટના જામનગરમાંથી સામે આવી છે.

ભર ચોમાસે જામનગર મનપા દ્વારા ટેન્કરમાં પાણી પહોંચાડવામાં આવે છે (ETV BHARAT GUJARAT)

જામનગરમાં ટેન્કરરાજ:ભરચોમાસામાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. અહી નવા ભળેલા વિસ્તારમાં હજુ પણ મનપા ટેન્કર મારફતે પાણી પહોચાડે છે. અહીં આવેલી 53 સોસાયટીમાં હજુ ટેન્કર મારફતે પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. રોજ 80 ટેન્કર સોસાયટી ઓમાં વિતરણ કરવામાં આવે છે. અહીં રણજીતસાગર અને સસોઇ ડેમ છે. પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત છે. ત્યારે વરસાદ પડ્યો છતાં પીવાનું પાણી હજુ ટેન્કરથી મોકલવામાં આવે છે. અહીં આટલો સમય વીતવા છતાં મનપા પીવાના પાણીની સુવિધા પહોંચાડી શકી નથી.

જામનગરમાં ભર ચોમાસે 53 જેટલી સોસાયટીઓમાં ટેન્કર રાજ (ETV BHARAT GUJARAT)

1 દિવસના 85 ફેરામાં પાણી વિતરણ:જામનગર મહાનગર પાલિકાના વોટર વર્કસ શાખાના કાર્યપાલક એન્જિનિયર નરેશ પટેલે જણાવ્યું હતુ કે, વોટર વર્કસ શાખા દ્વારા જામનગર શહેરમાં નવા ડેવલપ થયેલા વિસ્તારમાં જ્યાં 53 જેટલી સોસાયટીઓ છે. ત્યાં ટેન્કરથી પાણી વિતરણ કરીએ છીએ. નવો વિસ્તાર ડેવલપ થયેલો છે. જ્યાં પ્રાથમિક સુવિધાઓના ભાગરુપે પીવાના પાણીની સુવિધા પુરી પાડીએ છીએ. 1 દિવસના લગભગ 85 ફેરા પાણી વિતરણ કરીએ છીએ. 10 હજાર લીટરના આ ટેન્કર છે.

  1. ઘેડ પંથકની સમસ્યા સંદર્ભે કિસાન કોંગ્રેસનો કૃષિ પ્રધાનને 4 સવાલોનો પડકાર - Junagadh News
  2. વિશ્વ મેંગ્રુવ સંરક્ષણ દિવસ 2024: પોરબંદરમાં દરિયા કિનારાને મેંગ્રુવના વૃક્ષોથી રક્ષણ મળે છે - World Mangrove Conservation Day

ABOUT THE AUTHOR

...view details