ડીસામાં શંકાસ્પદ ખાતર મળતા ગોડાઉન સીલ (Etv Bharat Gujarat) બનાસકાંઠા: ડીસામાં ખાનગી ગોડાઉનમાંથી શંકાસ્પદ ખાતરનો જથ્થો મળતા તાલુકા પોલીસ દ્વારા ગોડાઉન સીલ કરીને ખેતીવાડી અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા ગોડાઉન માલિકને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ગોડાઉનમાં શંકાસ્પદ ખાતરનો જથ્થો: ડીસાના આખોલ ચાર રસ્તા નજીક ખાનગી ગોડાઉનમાં શંકાસ્પદ ખાતરનો જથ્થો હોવાની બાતમીના આધારે ડીસા તાલુકા પોલીસ મથકના PI અમિત દેસાઈ સહીતની ટીમે તપાસ કરી હતી. જેમાં સબસીડી યુક્ત ખાતરનો જથ્થો હોવાની શંકાના કારણે વધુ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરાઈ હતી.
સબસીડી યુક્ત રાસાયણિક ખાતર મળ્યું:ગોડાઉનમાંથી મોટી માત્રામાં સબસીડી યુક્ત રાસાયણિક ખાતર જે અલગ અલગ બેગમાં પેક થયેલું મળી આવ્યું હતું. જોકે પોલીસને આ ખાતર શંકાસ્પદ લાગતા ગોડાઉન હાલ તો સીઝ કરી મૂળ માલિકની તપાસ શરૂ કરાઈ છે. તેમજ સમગ્ર મામલે ખેતીવાડી અધિકારીને પણ જાણ કરીને તપાસ સોંપાઈ હતી.
પોલીસની ગોડાઉન માલિકને શોધવા તપાસ: પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ બાદ શંકાસ્પદ ખાતરનો જથ્થો રાખતા ગોડાઉન અંગે ખુલાસો થયો છે. જોકે પોલીસે આ મામલે ગોડાઉન માલિક સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગોડાઉનમાં અલગ અલગ ઘટનાઓમાં ખાતરનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનું હાલતો સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે.
પોલીસ સાથે ખેતીવાડી અધિકારીની તપાસ શરુ: જોકે આ ગોડાઉનમાં શંકાસ્પદ ખાતરનો મોટી માત્રામાં મળેલા જથ્થા બાબતે પોલીસ સાથે ખેતીવાડી અધિકારી પણ તપાસ શરૂ કરી છે. ત્યારે આ શંકાસ્પદ ખાતરના જથ્થા અંગે આગામી દિવસોમાં કેવી તપાસ થાય છે અને આ શંકાસ્પદ ખાતરના જથ્થા મામલે શું સત્ય બહાર આવે છે. તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો:
- છોટાઉદેપુર જિલ્લામાં ચોરીના વધતા જતાં બનાવ: મહિલાના બન્ને પગ કાપી ચાંદીના કલ્લા ચોરી કર્યા - Chotaudepur theft incidents
- બનાસકાંઠાનું 5 હજાર વર્ષ જૂનું પૌરાણિક કપિલેશ્વર મહાદેવનું મંદિર: કપિલ મુનિએ કરી હતી પ્રાણપ્રતિષ્ઠા - Kapileshwar Mahadev Temple