રાજકોટ: NEET ની પરીક્ષા પાસ કરનારા વિધ્યાર્થીઓ દ્વારા આજ રોજ તેમના વાલીઓ સાથે મળીને રાજકોટના બહુમાળી જોક ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. MBBS માં એડમિશન લેનારા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એમબીબીએસમાં એડમિશન માટેની ગવર્મેન્ટ ક્વોટાની તેમજ મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં બેફામ વધારો કરવામાં આવ્યો છે. આ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત થઈને ફી વધારાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તો સાથે જ " અમને ડોક્ટર બનવા દો" ના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
"અમને ડોક્ટર બનવા દો": GMERS ની એક વર્ષની ફી માં વધારો થતાં રાજકોટના વિદ્યાર્થીઓનું ઉગ્ર આંદોલન - GMERS one year fee hike - GMERS ONE YEAR FEE HIKE
રાજકોટના બહુમાળી જોક ખાતે MBBS માં એડમિશન લેનારા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. GMERS રક વર્ષની ફી માં અચાનક વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને મેડિકલના વિધ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં રોષ જોવા મળ્યો છે, અને રસ્તા પર આંદોલન કરતાં જોવા મળ્યા છે. GMERS one year fee hike

Published : Jul 5, 2024, 2:28 PM IST
રસ્તા પર ઉતર્યા વિધ્યાર્થીઓ: GMERS (ગુજરાત મેડિકલ એન્ડ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી) ની એક વર્ષની ફી અગાઉ 3,30,000 હતી જે અચાનક જ 5,50,000 કરવામાં આવી છે. તેમજ મેનેજમેન્ટ કવોટાની ફી 9 લાખ રૂપિયા માંથી 17 લાખ રૂપિયા કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. આ વધારાને લઈ રાજ્ય તેમજ રાજકોટ જિલ્લામાં મેડિકલના વિધ્યાર્થીઓ રસ્તા પર આવીને આંદોલન કરી રહ્યા છે.
વિધ્યાર્થીઓમાં રોષ: 'શિક્ષણ પર દરેકનો સમાન હક હોય છે', આ સૂત્રોચ્ચાર સાથે રાજકોટના બહુમાળી જોક પાસે GMERS ના વિધ્યાર્થીઓ રસ્તા પર ઉઆતરી આંદોલન કરવા મજબૂર બન્યા છે. આ ફી વધારાને લઈ વિધ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ રોષે ભરાય છે અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી મુખ્યમંત્રીને આવેદનપત્રો મોકલવામાં આવી રહ્યા છે. આ આંદોલનમાં લગભગ 200 થી 300 જેટલા વિધ્યાર્થીઓ જોડાયા હતા. અને આ વિધ્યાર્થીઓની એક જ માંગ છે કે "આ ફી વધારો પાછો ખેંચો અને અમને સૌને ડોકટર બનવા દો." જો સરકાર દ્વારા આ ફી વધારો પાછો ખેંચવામાં આવશે નહિ તો આ બધા જ વિધ્યાર્થીઓ અને તેમના વાલીઓ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીને મળીને આવેદનપત્ર આપશે.