બનાસકાંઠા :વાવ પેટા ચૂંટણીમાં અમુક લોકો ખોટી આઈડી બનાવીને અલગ અલગ સમાજ વિશે ખોટી કોમેન્ટ અને ટીકા ટિપ્પણી કરતા હોવાના મામલે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતે નિવેદન આપ્યું છે. સાથે જ આવા લોકો સામે કાર્યવાહી કરાશે તેવી પણ તેમણે ખાતરી આપી છે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણી : કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે નિવેદન આપતા કહ્યું કે, વાવ પેટા ચૂંટણીમાં વાવ મત વિસ્તારમાં અલગ અલગ સમાજ વિશે ટીકા ટિપ્પણી કરવામાં આવી રહી છે. જેમાં અમુક લોકો હવે ખોટી આઈડી બનાવીને ટીકા ટિપ્પણી કરી રહ્યા છે. જોકે કોઈ ઉમેદવાર જે ચૂંટણી લડી રહ્યો છે તે કોઈ પણ સમાજ વિશે ક્યારે ટીકા ટિપ્પણી કરે નહીં.
ગુલાબસિંહ રાજપુત (Etv Bharat Gujarat) ગુલાબસિંહની જનતા જોગ અપીલ :મતદારો જોગ આપેલા આ નિવેદનમાં ગુલાબસિંહ રાજપૂતે આવા લોકોથી સજાગ રહેવા અપીલ કરતા કહ્યું કે, આવા લોકોને ઓળખો જે સમાજની એકતા અને ભાઈચારો તોડવાનું કામ કરી રહ્યા છે. સાથે જ ગુલાબસિંહ રાજપૂતે આવા લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી છે.
વાવમાં ત્રિપાંખીયો જંગ : વાવમાં કોંગ્રેસ ભાજપ અને અપક્ષ આમ ત્રણ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થવાની છે. એટલે કે ત્રિપાંખીયો જંગ વાવ પેટા ચૂંટણીમાં જામ્યો છે. આગામી 13 નવેમ્બરે ચૂંટણી યોજવાની છે, ત્યારે નજીકના દિવસોમાં જ આ પ્રકારની ટીકા ટિપ્પણી અલગ અલગ સમાજ વિશે કરવામાં આવતી હોવાનું ધ્યાને આવતા મતદારો જોગ મહત્વનો સંદેશ કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત દ્વારા પહોંચાડવામાં આવ્યો છે.
- વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ? માવજીભાઈ અપક્ષમાં ઉમેદવાર
- વાવના મેદાનમાં ખિલશે કોંગ્રેસનું 'ગુલાબ' ? કોણ છે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ