ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2024, 6:27 PM IST

ETV Bharat / state

વલસાડના છ તાલુકાઓમાં બપોર સુધીમાં 11 mm વરસાદ: જાણો શું છે આગાહી - Valsad weather forecast

વલસાડને દક્ષિણ ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે. આજે વહેલી સવારથી જ વરસાદની એન્ટ્રી થતા જિલ્લાનો કુલ વરસાદ 100 ઇંચને પાર થયો છે. સાથે જ બે દિવસના વરસાદની આગાહી પણ સામે આવી છે. - Rain in Valsad, weather forecast

વલસાડમાં વરસાદ
વલસાડમાં વરસાદ (Etv Bharat Gujarat)

વલસાડમાં વરસાદ (Etv Bharat Gujarat)

વલસાડ: દક્ષિણ ગુજરાતના ચેરાપુંજી ગણવામાં આવતા વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારે 6:00 વાગ્યાથી બપોરે 4:00 વાગ્યા સુધીમાં છ તાલુકાઓમાં સરેરાશ 11 એમએમ જેટલો વરસાદ નોંધાયો છે એટલે કે સામાન્ય વરસાદ છે. જ્યારે જિલ્લા નો કુલ વરસાદ 100 ઇંચને પાર પહોંચ્યો હતો.

મધુબન ડેમના તમામ દરવાજા બંધ

દમણ ગંગા નદી પર બનાવવામાં આવેલા મધુબન ડેમમાં હાલ મધુબન ડેમની સપાટી 76.50 મીટર પર છે. જ્યારે ઇન્ફો 7,474 ક્યુસેક અને આઉટલો 1158 ક્યુસેક નોંધાયો છે. 10 દરવાજા હાલ બંધ હાલતમાં છે, ઉપરવાસમાં પણ વરસાદ નહિવત હોવાને કારણે હાલ દરવાજા બંધ રાખવામાં આવ્યા છે.

વલસાડમાં વરસાદ (Etv Bharat Gujarat)

જિલ્લામાં આજે વાદળછાયુ વાતાવરણ

વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, જ્યારે કેટલાક તાલુકાઓમાં સામાન્ય રીમઝીમ વરસાદની હેલી જોવા મળી છે. વહેલી સવારથી જ વલસાડ જિલ્લાના વલસાડ તાલુકા અને ધરમપુર તાલુકામાં સામાન્ય રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે.

મોસમનો કુલ વરસાદનો આંકડો 100 ઇંચને પાર પહોંચ્યો

વલસાડ જિલ્લામાં 100 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાય છે, જેથી જિલ્લાને ચેેરાપૂંજી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ અત્યાર સુધીમાં વરસાદનો આંકડો 100 ઇંચને પાર પહોંચ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 107 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વલસાડ તાલુકામાં 112 ઇંચ, ધરમપુર તાલુકામાં 105 ઇંચ, પારડી તાલુકામાં 98 ઇંચ, કપરાડા તાલુકામાં સૌથી વધુ 128 ઈંચ, ઉમરગામ તાલુકામાં 96 ઇંચ અને વાપી તાલુકામાં 106 ઇંચ વરસાદ નોંધાયો છે.

આજ ના વરસાદી આંકડા ઉપર નજર કરીએ

વલસાડ જિલ્લાના આજે વહેલી સવારથી છ વાગ્યાથી લઈ બપોરે બે વાગ્યા સુધીના વરસાદી આંકડા ઉપર નજર કરીએ તો, વલસાડમાં 15 એમએમ, ધરમપુરમાં 24 એમએમ, પારડી તાલુકામાં 8 એમએમ, ઉમરગામ તાલુકામાં 3 એમએમ અને વાપી તાલુકામાં 9 એમએમ જેટલો વરસાદ નોંધાયો છે. આમ છ તાલુકાઓ મળી 11 એમએમ જેટલો વરસાદ આજે વહેલી સવારથી વરસ્યો છે.

આગામી બે દિવસ વરસાદની આગાહી

વલસાડ જિલ્લામાં પણ આગામી બે દિવસ સુધી વરસાદ વરસે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેને પગલે ડિઝાસ્ટર વિભાગ અને વહીવટી તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બન્યું છે. તેમ જ નદી કિનારા વિસ્તારમાં રહેતા લોકોને તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે. જો કે આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ હતું તો કેટલાક તાલુકાઓમાં ઝરમર વરસાદ વરસી રહ્યો હતો.

  1. સરકાર દ્વારા કડક વલણ અપનાવતા NHAI વિભાગ કામે લાગ્યું, સુરતમાં ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ - Road pothole filling operations
  2. કચ્છના આ ક્રિકેટરની અંડર - 19 ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી, જાણો કોણ છે આ યુવા ખેલાડી… - Harvansh Singh INDVSAUS U 19

ABOUT THE AUTHOR

...view details