ગુજરાત

gujarat

ETV Bharat / state

President Draupadi Murmu in Valsad : આદિમ જૂથના લોકોને તમામ પ્રાથમિક સુવિધા મળે તે માટે મિશન મોડમાં છે સરકાર - રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ

વલસાડ જિલ્લાના ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યાં હતાં. અહીં તેઓએ ગુજરાતના 16 જિલ્લામાંથી આવેલા આદિમ જૂથના લાભાર્થીઓ સાથે ચર્ચા કરી જાણકારી મેળવી હતી.

President Draupadi Murmu in Valsad :  આદિમ જૂથના લોકોને તમામ પ્રાથમિક સુવિધા મળે તે માટે સરકાર મિશન મોડમાં છે સરકાર
President Draupadi Murmu in Valsad : આદિમ જૂથના લોકોને તમામ પ્રાથમિક સુવિધા મળે તે માટે સરકાર મિશન મોડમાં છે સરકાર

By ETV Bharat Gujarati Team

Published : Feb 13, 2024, 7:47 PM IST

Updated : Feb 13, 2024, 8:30 PM IST

16 જિલ્લામાંથી આવેલા આદિમ જૂથના લાભાર્થીઓ સાથે ચર્ચા

વલસાડ : ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમે ઉપસ્થિત રહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા ગુજરાતના 16 જિલ્લામાંથી હાજર રહેલા આદિમ જૂથના સરકારી યોજનાનો વિવિધ લાભ લેનારા લાભાર્થીઓ સાથે વિશેષ ચર્ચાઓ કરી હતી અને તેમને મળેલા લાભ અંગેની જાણકારી પણ મેળવી હતી.

પાંચ ફેબ્રુઆરી 2024 સુધીમાં મળેલા લાભની પૃચ્છા :આદિમ જૂથના લોકો સાથે સરકારી યોજનાના લાભાર્થીઓ સાથેની વાતચીતમાં વિવિધ લાભાર્થીઓ સાથે રાષ્ટ્રપતિએ વાતચીત કરી તેમને મળેલા લાભ અંગેની જાણકારી મેળવી હતી. સાથે સાથે સમગ્ર ગુજરાતમાં આદિમ જૂથના લોકોને મળેલા લાભ અંગેના આંકડાઓ પણ તેમણે સચિવ દ્વારા રજુ કરવામાં આવ્યા હતા જે અંગે પણ તેમણે જાણકારી લીધી હતી.

56,221 આયુષ્માન ભારત કાર્ડના લાભાર્થીઓને લાભ મળ્યો : ગુજરાતના 20 જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા સર્વે કર્યા બાદ આદિમ જૂથના લોકો રહેતા હોવાનું જાણવા મળ્યું છે. તેઓને પ્રાથમિક સુવિધા મળે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. ત્યારે પાંચ ફેબ્રુઆરી 2024 સુધીમાં મળેલા વિવિધ લાભ અંગે જાણકારી આપતા સચિવે જણાવ્યું કે અત્યાર સુધીમાં 1055 કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે. 24,553 આધારકાર્ડ વિતરણ કરાયા છે. 15485 રેશનકાર્ડનો લાભ આપવામાં આવ્યો છે. 13,011 જનધન ખાતા ખોલવામાં આવ્યા છે. 56,221 લાભાર્થીઓને આયુષ્માન ભારત કાર્ડનો લાભ આપવામાં આવ્યો છે, 3469 કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ અપાયો છે.

ગુજરાત સરકાર દ્વારા 20 જિલ્લામાં સર્વે કરવામાં આવ્યો છે :આદિમ જૂથના લોકોને સરકારી યોજનાનો લાભ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા 20 જિલ્લામાં વિશેષ સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 71 બ્લોકમાં તેઓની વહેંચણી કરવામાં આવી છે. જેમાં 20 જિલ્લામાં કુલ 1,44,000 જેટલા આદિમ જૂથના લોકોનો સમાવેશ થાય છે. જેમાં સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સિદ્ધિ તેમજ બનાસકાંઠા અને સાબરકાંઠા ક્ષેત્રમાં 18 અને નર્મદા અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં આદિમ જૂથના લોકોનો સમાવેશ થાય છે.

ગુજરાતને આગવું રાજ્ય ગણાવતા રાષ્ટ્રપતિ :ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આદિમ જૂથના વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવા ઉપસ્થિત રહેલા ગુજરાતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદીએ ગુજરાત રાજ્યને એક આગવું રાજ્ય પણ આવ્યું છે જ્યાં ગુજરાત સરકાર દ્વારા 100 એ 100% દરેક યોજનાનો લાભ લોકોને મળે તે માટેની દરકાર રાખવામાં આવતી હોવાનું તેમણે જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલું સૂત્ર : સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ જેને સાર્થક કરવા આદિમ જૂથના લોકોને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઘર ઘર પાણી લાઈટ આવાસ ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ મળે તે માટે મિશન મોડ દ્વારા ત્રણ વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. અને આ ત્રણ વર્ષમાં તમામ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળે તે માટેનો ભાર મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. સાથે જ શિક્ષણમંત્રી કુબેર ડીંડોર તેમજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યાં હતાં.

  1. ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ LIVE
  2. Surat News: વિદ્યાર્થીઓ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો જીવનમાં ઉતારે, રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુનો અનુરોધ
Last Updated : Feb 13, 2024, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details