વડોદરા પોલીસે પત્નીની હત્યા કરવાના આરોપમાં પતિની ઘરપકડ કરી (Etv Bharat gujarat) વડોદરા: લગ્નજીવનની અંદર પતિ-પત્ની વચ્ચે તુતુ-મેમે અને નાના-મોટા ઝઘડાઓ સહિત છુટાછેડા જેવા બનાવો અવાર-નવાર પ્રકાશમાં આવતા રહે છે. ક્યારેક આવી બાબતોનો કરૂણ અંજામ પણ આવે છે, આવો જ એક કિસ્સો વડોદરા જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં એક પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી.
10 લાખ માટે પત્નીની હત્યા: આમ તો લગ્ન એ પતિ-પત્ની વચ્ચેનું અતુટ બંધન છે, લગ્ન સંસ્કાર સમયે પતિ-પત્ની એક બીજાને દરેકે પળે સાથે અને સાત જન્મ સુધી સાથે રહેવાની પ્રતિજ્ઞા લેતા હોય છે. લગ્નજીવન દરમિયાન પતિ-પત્ની વચ્ચે તુતુ-મેમે અને નાના-મોટા ઝઘડાઓ થવા સામાન્ય બાબત છે પરંતુ વડોદરાના બીલ ગામે આવા પતિ-પત્નીના ઝઘડા બાદ છૂટાછેડાની નોબત આવી અને છુટાછેડા દરમિયાન પતિને તેની પત્નીને 10 લાખ રૂપિયા ન આપવા પડે એટલે પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી.
મૃતક માતાએ સંતાનોને જણાવી આપવિતિ: વડોદરા અટલાદરા પોલીસ મથકમાં ભવ્યતા બેનના સંતાન પિનલભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની માતા ભવ્યતાબેને પોતાના છુટાછેડા બાદ કેતનભાઇ પ્રવિણભાઇ પટેલ નામના શખ્સ સાથે લગ્ન કર્યા હતા, અને અલગ-અલગ જગ્યાએ રહેતા હતાં. ભવ્યતાબેને ફોન પર પોતાના સંતાનોને જણાવ્યું હતું કે, તેમનો પતિ પૈસા અને સોનાના ઘરેણા સહિત છુટાછેડાને લઈને સતત ઝઘડો કરે છે. ઘરકંકાશથી કંટાળી ભવ્યતા બેન તેમના પિયર વાંકાનેર ગામે આવીને રહેતા હતા અંતે પત્નીએ કંટાળીને કેતન પટેલ સામે છુટાછેડાનો કેસ દાખલ કરી દીધો આ કેસ ચાલી જતાં પતિ કેતન પટેલને ભરણપોષણના 10 લાખ રૂપિયા આપવાનો આદેશ આપવામાં આવ્યો.
શું હતો સમગ્ર મામલો: હાલમાં રહેતા પતિ સાથે છુટાછેડાનો કેસ બે મહિના પહેલા જ મુક્યો હતો. જેમાં તેણે રૂ.5 લાખના બે ચેક આપ્યા હતા. જોકે, પત્નીને ભરણ પોષણના 10 લાખ રૂપિયા આપવા ના પડે તે માટે તે માટે કેતન પટેલે ખુની ષડયંત્ર રચી નાખ્યું અને પતિએ ઘરમાં પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. મે- 2024ના રોજ પતિ કેતન પટેલે ભવ્યતા બેનને પાંચ-પાંચ લાખ રૂપિયાના બે ચેક આપ્યા હતા. 28 મેના રોજ સવારે ભવ્યતા બેનની તેમના સંતાન સાથે વાત થઇ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે કેતન છુટાછેડાને લઇને ઝઘડો કરે છે. ત્યાર બાદ આ જ વાત ભવ્યતા બેને તેમના બહેનને કરી હતી. ત્યાર બાદ ભવ્યતાબેનનો કોઈ સંપર્ક થઇ શક્યો ન્હતો. 30 મે ના રોજ ભવ્યતાબેનના સંતાનોએ અટલાદરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ. કે. ગુર્જરનો સંપર્ક કર્યો હતો અને રાત્રે ફોન કરી કહ્યું કે, મારી મમ્મી બે દિવસથી ફોન ઉપાડતી નથી ત્યાં જઇને તપાસ કરો. જેના પગલે ઘરે પહોંચેલી પોલીસે ઘરનું તાળુ તોડીને જોયું તો ભવ્યતા બેનનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજી તરફ આરોપી પતિ વિદેશ ભાગે તે પહેલાં જ તેને લખનઉથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
પતિ કેતન પટેલે તેની પત્નીને કુલ રૂ. 10 લાખના ચેકના નાણાં ન આપવા પડે તે માટે ભવ્યતાબેનની હત્યા કરી નાખી. આરોપી પતિ કેતન પટેલને સાથે રાખીને પોલીસે ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શનની કામગીરી પણ હાથ ધરી હતી. આ કરૂણ કિસ્સાએ સભ્ય સમાજને વિચારતો કરી મુક્યો છે.
- વડોદરા નજીક ઉંડેરા ખાતે મિત્રએ જ મિત્રનો કાસળ કાઢ્યું - ખેલાયો હતો ખૂની ખેલ - Vadodara Crime
- એવું તો શું બન્યું કે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી? વાંચો આ અહેવાલમાં - Vadodara crime case