ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વિરુદ્ધ યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, સાત વર્ષ બાદ યુવતીએ અવાજ ઉઠાવ્યો - Allegation of molestation against saint vadodara

વડોદરાના વાડી સ્વામિનારાયણ મંદિરના સંત પર યુવતિએ દુષ્કર્મનો આરોપ લગાડ્યો. વર્ષ 2016માં દુષકર્મની ઘટના અંગે આજે સાત વર્ષ બાદ યુવતીએ અવાજ ઉઠાવ્યો છે. અને વાડી પોલીસ મથકમાં જઇ પોતાની ફરિયાદ નોંધાવી છે., Allegation of molestation against Swaminarayan temple saint

By ETV Bharat Gujarati Team

Published : Jun 9, 2024, 2:16 PM IST

વાડી સ્વામિનારાયણ મંદિરના સંત
વાડી સ્વામિનારાયણ મંદિરના સંત (Etv Bharat Gujarat)

વડોદરાના વાડી સ્વામિનારાયણ મંદિરના સંત પર દુષ્કર્મનો આરોપ (ETV Bharat Gujarat)

વડોદરા: વડોદરાના વાડી પોલીસ મથક પહોંચેલી પીડિતાએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. તેણીએ જણાવ્યું કે આ ઘટના 10 સપ્ટેમ્બર 2016માં બની હતી. અને આજે હું ફરિયાદ કરવા આવી છું. હું જગત પાવનદાસ સ્વામી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે આવી છું. વાડી સ્વામિનારાયણ મંદિરમાં તેઓ કોઠારી હતા . તેઓએ મારી મરજી વિરુદ્ધ કૃત્ય કર્યું છે. સૌ પ્રથમ તેમણે મારી જોડે ફોનથી સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ અમારી સાથે વોટ્સએપ ઉપર વાત થતી હતી. પછી ગીફ્ટ આપવાના બહાને જબરદસ્તી કરી હતી.

વર્ષ 2016માં તેમની સાથે વધુ સંપર્ક થયો: વર્ષ 2014 થી મંદિરે દર્શન કરવા જતી હતી. અને વર્ષ 2016માં તેમની સાથે વધુ સંપર્ક થયો હતો. તેઓએ પહેલા મારા પિતાનો નંબર લઇ ચુક્યા હતા. એક દિવસ રાત્રે તેમણે સાડા દસ વાગ્યે મને ફોન કર્યો હતો. તે સમયે ફોન મારા હાથમાં હતો અને મેં ફોન રીસીવ કર્યો હતો ત્યારે સામેથી તેમણે કહ્યું કે હું જગત પાવનદાસ સ્વામી વાડી સ્વામિનારાયણ મંદિરમાંથી વાત કરું છું. તે રીતે વાતની શરૂઆત કરી હતી. તેઓ મારી ડિટેલ્સ જાણવા માંગતા હતા. ત્યારબાદ તેઓએ મારી સંપૂર્ણ ડીટેલ ભેગી કરી અને ગિફ્ટ આપવાના બહાને બોલાવી હતી. ત્યારબાદ તેઓ મારી મરજી વિરુદ્ધ કૃત્ય કર્યું હતું.

વીડિયો કોલ કરી અસલીલ હરકતો:પીડિતાએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યુ હતુ કે સ્વામીએ વોટ્સએપ થકી વાતો ચાલુ રહેતી હતી. તેમણે ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરના નીચે રૂમમાં બોલાવી હતી. ત્યાં તેમણે મારી સાથે મારી મરજી વિરુદ્ધ દુષકર્મ કર્યું હતું. તેના પછી તેમણે ધમકી આપી હતી કે જો તું કોઇને કહીશ તો હું દવા પી લઇશ. તારા પરિવારને જાનથી મારી નાંખીશ, સ્વામીનું એક ગ્રુપ છે તેમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા. જેમાં ન્યુડ ફોટો અને વિડીયો કોલ પર સેક્સને લગતી વાત કરવામાં ઘટના બની હતી. ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી. તે સમયે કોઇ સોર્સ ન હતો. જેથી હું પોલીસ ફરિયાદ કરી શકું. તેઓને કડકથી કડક સજા થવી જોઇએ. અને બીજી કોઇ છોકરી સામે મારા જેવું ન થાય. સાથે જ યુવતિએ એચ. પી. સ્વામી, કે. પી. સ્વામી અને જે. પી. સ્વામીના નામનો ઉલ્લેખ ઉપરોક્ત સંદર્ભે કર્યો છે.

ફરીયાદના આધારે પોલીસ એકસનમાં આવી: યુવતીની ફરીયાદના આધારે પોલીસ એક્શનમાં આવી છે. આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હવે આ મામલે આગળ શું પગલાં ભરવામાં આવે તેના ઉપર સૌ નગરજનો મીટ માંડીને બેઠા છે. આ મામલે કસૂરવારને કડકમાં કડક કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ.


  1. 17 વર્ષીય તરુણીની છેડતી કરનાર નરાધમ ઝડપાયો, CCTV કેમેરામાં કેદ થઈ આરોપીની ગંદી હરકતો - Surat Crime

ABOUT THE AUTHOR

...view details