ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News: વડોદરા જિલ્લા વહીવટી તંત્ર આખરે જાગ્યું ! વ્યાસ બેટ નજીક રેતી ખનન ઉપર મુક્યો પ્રતિબંધ - વડોદરા પોલીસ

શિનોર તાલુકામાં મોલેથા ગામની હદમાં પૌરાણિક વ્યાસ બેટ આવેલ છે. વ્યાસ બેટ આસપાસ થતાં રેતીના ખનનના પરિણામે થતાં નુકસાનનું એસેસમેન્ટ કરવા માટે રચવામાં આવેલી સમિતિની ભલામણ બાદ કલેક્ટર અતુલ ગોર દ્વારા અહીંના આસપાસના વિસ્તારમાં રેતી ખનન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

વ્યાસ બેટ નજીક રેતી ખનન ઉપર મુક્યો પ્રતિબંધ
વ્યાસ બેટ નજીક રેતી ખનન ઉપર મુક્યો પ્રતિબંધ

By ETV Bharat Gujarati Team

Published : Jan 25, 2024, 1:01 PM IST

વડોદરા:મોલેથાના પૌરાણિક વ્યાસ બેટ ખાતે ખનન પ્રવૃત્તિને નુકસાનથી બચાવવા વડોદરા જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. શિનોર તાલુકામાં મોલેથા ગામની હદમાં પૌરાણિક વ્યાસ બેટ આવેલ છે. જ્યાં ચોમાસા દરમિયાન વરસાદને કારણે ભારે પુર આવતું હોય છે.તેમજ આ પૌરાણિક સ્થળે ખનનના કારણે તેના અસ્તીત્વને પણ જોખમ ઉભું થયું છે અને અત્યાર સુધીમાં ઘણું નુકસાન થયું છે. જેના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાસ બેટની આસપાસના વિસ્તારોમાં ખનન પ્રવૃત્તિ અને તેના વહન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વ્યાસ બેટ આસપાસ થતાં રેતીના ખનનના પરિણામે થતાં નુકસાનનું એસેસમેન્ટ કરવા માટે રચવામાં આવેલી સમિતિની ભલામણ બાદ કલેક્ટર અતુલ ગોર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વ્યાસ બેટ નજીક રેતી ખનન ઉપર મુકાયો પ્રતિબંધ

ભૂમાફીયાઓ બેફામ બન્યા: નર્મદા નદીના તટ પાસેથી ભૂમાફીયાઓ દ્વારા અવાર-નવાર ખનન કરાતું હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યાં છે. પરંતુ વહીવટી અધિકારીઓની મિલીભગતના કારણે આ ભૂમાફીયાઓ બેફામ બની ગયા છે. પરંતુ તેઓની સામે કોઈ પણ જાતના શિક્ષાત્મક પગલાં લેવામાં આવતા ન હોવાને કારણે આવા પૌરાણિક સ્થળોનું અસ્તિત્વ નષ્ટ થતું જાય છે. જેના કારણે આજરોજ જિલ્લા વહીવટી તંત્ર એ પ્રતિબંધ મૂક્યો છે.

કલેક્ટરનો કડક નિર્ણય: લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલ વ્યાસ બેટ આસપાસ ખનન પ્રવૃત્તિનુ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવા માટે નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં એક સમિતિ રચવામાં આવી હતી. જેમાં ભૂસ્તરશાસ્ત્રી, સિંચાઇ, વન વિભાગ, મહેસુલ વિભાગના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમિતિએ તાજેતરમાં વ્યાસ બેટ અને તેની આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ત્યાં ચાલતી ખનન પ્રવૃત્તિ, વહન માર્ગો સહિતનું બારિકાઇથી નિરીક્ષણ કર્યું હતું. એ બાદ આ સમિતિ દ્વારા હકીકતલક્ષી અહેવાલ કલેક્ટરને સોંપવામાં આવ્યો હતો.

વ્યાસ બેટને નુકસાનની શક્યતા: આ અહેવાલમાં ખનન પ્રવૃત્તિથી વ્યાસ બેટને નુકસાનની શક્યતા દર્શાવવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, વ્યાસ બેટની ઉપર તળે અને હેઠળ તળે નર્મદા નદીમાં પ્રવાહને અસર થતાં બેટની પ્રાકૃતિક સંરચનાને નુકસાન પહોંચશે. ખાણ ખનનથી વ્યાસ બેટ વિસ્તારમાં પર્યાવરણીય નુકસાન થવાની મોટી સંભાવના છે. આવી પ્રવૃત્તિથી નદીના પટની કુદરતી પૂર સંરક્ષણ દિવાલો, સંરચનાને હાની પહોંચશે અને બેટમાં હેબિટેશનને નુકસાનકર્તા અસર પહોંચશે. ભારે વાહનોની સતત અવરજવરને કારણેગૌચરમાં દબાણના પ્રશ્નો, જમીનની ઉપજાવતામાં અસર પહોંચશે. આ ઉપરાંત વ્યાસ બેટ પૌરાણિક, સાંસ્કૃતિક, અનેક લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલા વ્યાસેશ્વર મહાદેવના મંદિર તથા આશ્રમ પરિસરના અસ્તિત્વનો પ્રશ્ન ઉદ્દભવવાની શક્યતા સમિતિએ પોતાના અહેવાલમાં દર્શાવી હતી.

હુકમનું પાલન ન થવા પર કાર્યવાહી: ઉક્ત અહેવાલને ધ્યાને રાખીને કલેક્ટર અતુલ ગોર દ્વારા વ્યાસ બેટના ઉપર તળે આવેલા શ્રી રંગ સેતુ બ્રિજ સુધી અને હેઠળ તળે એક કિલોમિટર સુધી સાદી રેતી, ગ્રેવલ કે અન્ય ખનિજના ખનન અને વહન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ગુજરાત પોલીસ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ આ હુકમ જારી કરવામાં આવ્યો છે. તેથી જો કલેક્ટરના આ હુકમનું પાલન નહીં કરવામાં તો ફોજદારી રાહે કાર્યવાહી થશે.

  1. Harni Lake tragedy : 14 મોતનો જવાબદાર મુખ્ય આરોપી પરેશ શાહ ઝડપાયો
  2. Ahmedabad News: 9 લાખથી વધુની પ્રતિબિંધિત ઈ-સિગારેટ સાથે બે શખ્સોની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details