ગુજરાત

gujarat

ETV Bharat / state

લ્યો ! વડોદરાની શાળામાં પરીક્ષામાં પેપર ખૂટ્યા, પરીક્ષા પહેલા મચી દોડધામ - Vadodara Exam papers missing

વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ભારે લાચારી સામે આવી છે. પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળામાં ધોરણ 3 અને 5 ની સત્રાંત પરીક્ષા ચાલી રહી છે. ત્યારે પેપર ખૂટતા વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.

લ્યો ! વડોદરાની શાળામાં પરીક્ષામાં પેપર ખૂટ્યા
લ્યો ! વડોદરાની શાળામાં પરીક્ષામાં પેપર ખૂટ્યા

By ETV Bharat Gujarati Team

Published : Apr 5, 2024, 4:55 PM IST

વડોદરાની શાળામાં પરીક્ષામાં પેપર ખૂટ્યા

વડોદરા :એક તરફ પ્રવર્તમાન સરકાર શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે પ્રયત્નશીલ છે. પરંતુ પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓનો વહીવટી રામભરોસે ચાલતો હોય તેમ લાગે છે આજે પ્રાથમિક શિક્ષણ સમિતિની ત્રણ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતા પેપર અપૂરતા નીકળ્યા હોવાની ઘટના સામે આવી છે.

પરીક્ષાના પેપર ખૂટ્યા :વડોદરા સહિત ગુજરાતભરમાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે શાળાઓમાં અન્ય વર્ગોની પરીક્ષા લેવાઈ રહી છે. પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ હાલ પરીક્ષા ચાલી રહી છે. આજે શિક્ષણ સમિતિની ત્રણ શાળામાં પરીક્ષાના પેપર ઓછા નીકળતા સંચાલકો અને શિક્ષકોએ છેલ્લી ઘડીએ દોડવાનો વારો આવ્યો હતો. બીજી તરફ સમિતિને આ અંગે જાણ કરવામાં આવતા નિરીક્ષકોને દોડાવવા પડ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

છેલ્લી ક્ષણોમાં દોડધામ :આ સમગ્ર ઘટનામાં સંચાલકો સમયસર પેપરની વ્યવસ્થા કરી દેવામાં આવતા પરીક્ષાના સમયનો વેડફાટ નહીં થયો હોવાનું જણાવી રહ્યા છે. પરીક્ષાની અગત્યની કામગીરીમાં જોડાયેલા લોકોની ભૂલ સાથે જ શિક્ષકો અને શાળા સંચાલકો ઘોર નિંદ્રામાં હોય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. શિક્ષણ આલમમાં મોટી બેદરકારી સામે આવી છે.

ત્રણ શાળામાં પેપરની ઘટ :જાણવા જ મળતી માહિતી મુજબ દંતેશ્વર ભક્ત કવિ નરસિંહ મહેતા, પ્રતાપનગર સરકારી શાળા અને ગાજરાવાડીની કવિ પ્રેમાનંદ શાળામાં ધોરણ 3 અને 5 ની પરીક્ષાના પેપર ઓછા પહોંચ્યા હતા. આ વાત પરીક્ષાના અડધો કલાક પહેલા ધ્યાને આવતા શાળા સંચાલકોમાં દોડધામ મચી હતી. જોકે પેપરની વ્યવસ્થા કરીને સમયસર પરીક્ષા લેવામાં આવી હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે.

આવી રીતે થઈ પેપરની વ્યવસ્થા :પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત દંતેશ્વર શાળાના સંચાલકે જણાવ્યું કે, મારી શાળામાં ધોરણ 3 ના પેપર ઓછા હતા. પેપર અડધો કલાક પહેલા ખોલવાના હોય છે. અમારૂ ધ્યાન પરીક્ષા શરૂ થતા પહેલા જ પેપરની ઘટ પર જતા પેપરની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. મારી શાળામાં 10 પેપર ઓછા હતા. જેને સેટ કરીને મંગાવી દેવામાં આવ્યા છે. પરીક્ષાના કોઈ પણ સમયનો વેડફાટ થયો નથી. વિદ્યાર્થીઓનો સમય બગાડયો નથી.

  1. Mid Day Meal In Bhavnagar : 57 શાળાના બાળકોના આરોગ્ય સાથે ચેડાં? ભાવનગર કમિશનરે અક્ષયપાત્રને દંડને લઇ ખુલાસો કર્યો
  2. Navsari News: નવસારીમાં રેતીના ઢગ પર રમવા ચડેલા શાળાના બે વિદ્યાર્થીઓને લાગ્યો કરંટ

ABOUT THE AUTHOR

...view details