ગાંધીનગર : ચારધામ યાત્રા કરવા જતાં યાત્રાળુઓની સલામતી અને સુરક્ષા હેતુથી વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવે છે. જે અંતર્ગત સરકારી તંત્રએ નાગરિકો માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં યાત્રિકો અને ટૂર સંચાલકોએ ધ્યાન રાખવા જેવા મહત્વપૂર્ણ મુદ્દા જણાવવામાં આવ્યા છે.
યાત્રાળુઓ માટે એડવાઈઝરી:ઉત્તરાખંડ સરકાર દ્વારા “ચારધામ યાત્રા 2024” માં મુલાકાત લેતા યાત્રાળુઓ માટે ફરજિયાત નોંધણીની સિસ્ટમ લાગુ કરી છે. આ પગલાંનો હેતુ તીર્થયાત્રાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો અને શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવાનો છે. જે અન્વયે નીચેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે જેની તમામે નોંધ લેવા વિનંતી છે.
ફરજિયાત નોંધણી અમલીકરણ:જે તીર્થયાત્રીઓએ ચારધામ યાત્રા માટે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેઓને ચારધામની મુલાકાત ન લેવાની સલાહ આપવામાં આવે છે. તેમને નિયુક્ત ચેક-પોઇન્ટ પર રોકવામાં આવશે અને યોગ્ય નોંધણી વિના આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
રજિસ્ટર્ડ તારીખોનું પાલન :જે યાત્રાળુઓએ જે ચોક્કસ તારીખો માટે નોંધણી કરાવી છે તેનું પાલન કરવું હિતાવહ છે. આ મુલાકાતીઓના પ્રવાહનું સંચાલને કરવામાં અને ચાર ધામોમાં વ્યવસ્થા જાળવવામાં મદદ કરશે. બધા માટે સરળ અનુભવ સુનિશ્ચિત કરશે.
ટૂર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટની જવાબદારી : તમામ ટૂર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટોએ ખાતરી કરવી જોઈએ કે તેમના ક્લાયન્ટ યાત્રા શરૂ કરતા પહેલા જરૂરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી છે. જેથી આ યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અસુવિધા અથવા વિક્ષેપ ન પડે.
- બાબા કેદારનાથની ડોલી ફાટા ખાતે રાત્રી રોકાણ બાદ ગૌરીકુંડ જવા રવાના થઈ
- સવારે 6 વાગ્યે ખુલશે બદરીનાથ ધામના કપાટ, 15 ક્વિંટલ ફૂલોથી શણગારાયું મંદિર