ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉપલેટા રેલવે સ્ટાફે કિંમતી સામાનથી ભરેલું મુસાફરનું ખોવાયેલ પર્સ પરત કર્યું, આ ખ્યાતનામ વ્યક્તિનું હતુ પર્સ - railway staff returned lost purse

રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી ટ્રેન મારફત અમદાવાદ અને ત્યાંથી વિદેશ જતા મુસાફરનું રોકડ રકમ, મોબાઈલ ફોન અને કીમતી તેમજ અગત્યના ડોક્યુમેન્ટ ભરેલું પર્સ રેલવે સ્ટાફને મળતા રેલવે સ્ટાફ દ્વારા મુસાફર સુધી કીમતી પર્સને પહોંચાડી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે. અને મહત્વની વાત તો એ છે કે આ પર્સ પ્રખ્યાત લોક સાહિત્યકાર દેવરાજ ગઢવીનું હતું. જાણો સંપૂર્ણ વિગતો આ અહેવાલમાં. railway staff returned lost purse

ઉપલેટા રેલવે સ્ટાફે કીમતી સામાનથી ભરેલું મુસાફરનું ખોવાયેલ પર્સ પરત કર્યું
ઉપલેટા રેલવે સ્ટાફે કીમતી સામાનથી ભરેલું મુસાફરનું ખોવાયેલ પર્સ પરત કર્યું (etv bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 8, 2024, 7:52 AM IST

રાજકોટ: ઉપલેટામાં રેલવે સ્ટાફની માનવતાવાદી અને ઈમાનદારી પૂર્વકની કામ કરવાની એક ઉત્તમ કામગીરી સામે આવી છે. જેમાં ઉપલેટા રેલવે સ્ટેશન ખાતેથી જતી ટ્રેનમાં મુસાફર પોતાના કીમતી માલ સામાન ભરેલું પર્સ ભૂલી ગયો હતો. આ ભૂલેલા પર્સને રેલવે સ્ટાફ દ્વારા કબજો મેળવવામાં આવ્યો હતો અને તેની તેના માલિકને પરત આપી વિદેશ જતા મુસાફરનો કીમતી માલ સામાન તેમના સુધી પરત પહોંચાડ્યો હતો.

કિંમતી માલ સામાન ભરેલું પર્સ પરત કર્યું:ઘટના અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, ભારતીય રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતા ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતા હમીર હુસેન મડમ નામના રેલવે કર્મચારીને ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંત્રાગાચી પસાર થયા બાદ એક પર્સ મળ્યું હતું. પર્સની ચકાસણીને તપાસણી કરતા જણાયું કે એમાં રોકડ રકમમ, મોબાઈલ ફોન તેમજ વિદેશ જવા માટેની ટિકિટો હતી. ત્યારબાદ મળેલા પર્સનો કબજો મેળવી અને ઉપલેટા સ્ટેશન અધિક્ષક એચ.વી. દેસાઈને જાણ કરવામાં આવી હતી. સ્ટેશન અધિક્ષક દ્વારા આ મળેલ પર્સ બાબતે મુસાફરના સગા સંબંધીઓને પર્સ ખોવાયાની વિગતો આપવામાં આવી હતી. અને ત્યારબાદ બાદ સ્ટેશન અધિક્ષક દ્વારા આ પર્સ અને તેમાં રહેલ વસ્તુઓની ખરાઈ કરી મુસાફરના પરિવારને આ કિંમતી માલ સામાન ભરેલું પર્સ પરત કર્યું હતું.

પ્રખ્યાત લોક સાહિત્યકાર દેવરાજ ગઢવીનું પર્સ:તમને જણાવી દઈએ કે, ઉપલેટા રેલવે સ્ટેશન ખાતેથી મળી આવેલ આ પર્સ ઉપલેટાના પ્રખ્યાત લોક સાહિત્યકાર એવા દેવરાજ ગઢવીનું હતું. જેવો ઉપલેટા ખાતેથી ટ્રેન મારફત અમદાવાદ અને ત્યાંથી વિદેશ જઈ રહ્યા હતા. દરમિયાન ઉપલેટા રેલવે સ્ટેશને તેમનું પર્સ ખોવાઈ ગયેલ હતું. કીમતી સમાન ભરેલું પર્સ રેલવે સ્ટાફ દ્વારા પરત મુળ વ્યક્તિ સીધી પહોંચાડવા માટેની જે પ્રામાણિકતા દાખવવામાં આવી તે બદલ દેવરાજ ગઢવી તેમજ પ્રશાસનનો રેલવે સ્ટાફની ઈમાનદારી પૂર્વકના આ કામને બિરદાવી હતી, અને તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

  1. વલ્લભીપુરની મામલતદાર કચેરીમાં બઘડાટી, 5 સામે ફરિયાદ, જાણો શા માટે થઈ માથાકૂટ ! - government chairs broken in fights
  2. સાપુતારાના ઘાટ પર લક્ઝરી બસ ખાડામાં ખાબકી, બે બાળકોના મોત 65ને ઈજા - Luxury bus fell into the pit

ABOUT THE AUTHOR

...view details