કિરણ ચોક ખાતે જઈને રસ્તામાં પડેલા ખાડાઓમાં બેસી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું (Etv Bharat Gujarat) સુરત:શહેરમાં વરસાદને પરિણામે રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અરતાઓ સુધારવા માટે ઘણી વાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ પગલાં ન લેવાતા આપ દ્વારા પણ આજરોજ અનોખો વિરોધ કરાયો હતો. વિપક્ષ દ્વારા અનોખા વિરોધ પ્રદર્શન કાર્યક્રમો કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અટકાયત કરવા છતાં નેતાઓએ સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું (Etv Bharat Gujarat) રસ્તામાં પડેલા ખાડાઓમાં બેસી વિરોધ પ્રદર્શન:સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયા અને તેઓની ટીમ આજરોજ પુણા વિસ્તારમાં પહોંચ્યા હતા, પરંતુ અહીં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરિણામે તેઓએ કિરણ ચોક ખાતે જઈને રસ્તામાં પડેલા ખાડાઓમાં બેસી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.
સુરતમાં રસ્તાઓના ખાડાની સમસ્યાને પગલે આપ દ્વારા અનોખો વિરોધ (Etv Bharat Gujarat) અટકાયત છતાં નેતાઓનો સૂત્રોચ્ચાર: સુરત મહાનગર પાલિકાના મેયર ડે. મેયર તેમજ સુરત જિલ્લાના ભાજપના ધારાસભ્યો, મંત્રીઓના ફોટાઓ રસ્તાઓ પર મૂકી દીધા હતા. ઉપરાંત રસ્તા પર દુઃખની લાગણી વ્યક્ત કરતા હોય તે રીતે મંત્રોચાર શરૂ કર્યો હતો. વિપક્ષ દ્વારા કરાઈ રહેલા અનોખા વિરોધ પ્રદર્શનને લઈને લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા વિરોધ કરનાર નેતાઓની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ અટકાયત કરવા છતાં નેતાઓએ સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું હતું.
અટકાયત કરવા છતાં નેતાઓએ સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું (Etv Bharat Gujarat) આ પણ વાંચો:
- પધારો PM: રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટના ઉદઘાટનની તડામાર તૈયારીઓ શરૂ - PM MODI GUJARAT VISIT
- વડોદરામાં એક પૂર પીડિતે સોનું ગિરવે મૂકીને બોટ ખરીદી, પત્નીનું વેંચ્યું મંગલસુત્ર અને વિંટી - Flood victims buy boat