ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં ભારે વરસાદ બાદ સ્થિતિની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી માંડવીયા, અધિકારીઓને આપ્યાં આ આદેશ - flood affected Porbandar - FLOOD AFFECTED PORBANDAR

કેન્દ્રીય શ્રમ અને રોજગાર સ્પોર્ટ્સ મંત્રાલયના કેબિનેટ મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયાએ પોરબંદરમાં બેઠક યોજી હતી અને અતિ ભારે પડેલ વરસાદના મુદ્દે અધિકારીઓ સાથે સમીક્ષા કરી Union Minister Mansukh Mandaviya

કેન્દ્રીય મંત્રી માંડવિયાએ પોરબંદરના પૂરગ્રસ્ત વિસ્તારોનું કર્યુ નિરીક્ષણ
કેન્દ્રીય મંત્રી માંડવિયાએ પોરબંદરના પૂરગ્રસ્ત વિસ્તારોનું કર્યુ નિરીક્ષણ (Etv Bharat Gujarat (ANI))

By ETV Bharat Gujarati Team

Published : Jul 21, 2024, 8:52 AM IST

Updated : Jul 21, 2024, 8:57 AM IST

કેન્દ્રીય મંત્રી માંડવિયાએ પોરબંદરના પૂરગ્રસ્ત વિસ્તારોનું કર્યુ નિરીક્ષણ (ANI)

પોરબંદર: પોરબંદર જિલ્લામાં થયેલા ભારે વરસાદના સંદર્ભે કેન્દ્રીય શ્રમ રોજગાર, યુવા અને સ્પોર્ટ્સ મંત્રાલય ના કેબિનેટ મંત્રી અને પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવીયાએ શનિવારે પોરબંદરની મુલાકાત લીધી હતી. સેવા સદન -૧ ખાતે તેમણે સ્થાનિક લોકો અને લોક પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી જરૂરી સહાય અને કામગીરી માટે અધિકારીઓને સૂચના આપી હતી.

પુરગ્રસ્ત વિસ્તારના લોકો સાથે સંવાદ કરતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા (Etv Bharat Gujarat)

પોરબંદર શહેર તેમજ ઘેડ વિસ્તારમાં નુકશાનીનો સર્વે, રસ્તાની મરામત, સહાય ચુકવણી, વાડી વિસ્તારમાં વીજળી સહિતના મુદ્દે અધિકારીઓને ત્વરિત કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી. કલેકટર કે.ડી. લાખાણી દ્વારા કેન્દ્રીય મંત્રીને વરસાદમાં થયેલ નુકસાની દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલ રાહત કામગીરીથી વાકેફ કરાયા હતા. ચાલુ વરસાદમાં જિલ્લામાં પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ મંત્રીને જાણકારી આપી હતી. તંત્રના તમામ અધિકારીઓ જન પ્રતિનિધિઓ સાથે બેસીને -સંવાદ કરીને સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ કરે તેવી કેન્દ્રીય મંત્રીશ્રીએ સૂચના આપી હતી. કેન્દ્રીય મંત્રીએ ડિઝાસ્ટર વિભાગ કંટ્રોલરૂમ, બોખીરા અને અસરગ્રસ્તોના આશ્રય સ્થાનની મુલાકાત લઇ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ જરૂરી સહાય અને કામગીરી માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

પોરબંદરમાં પૂર જેવી પરિસ્થિતિ પેદા થઈ (Etv Bharat Gujarat)

જિલ્લા સેવા સદન - ૧ ખાતે યોજાયેલ બેઠક દરમિયાન અતિ ભારે પડેલ વરસાદમાં થયેલ રાહતની કામગીરી અંગે પ્રેઝન્ટેશન કરી જિલ્લાભરની સંપૂર્ણ માહિતી કેન્દ્રીય મંત્રીને આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા જિલ્લાના ડેમોમાં થઈ રહેલ પાણીની આવક અંગે સમીક્ષા કર્યા બાદ અધિકારીઓને ડેમોમાં પાણીની આવક મુદ્દે સમીક્ષા કરી પાણી છોડવા અંગે નિચાણ વાળા વિસ્તારના તમામ ડેમોના લોકોને સાવચેત કરી કોઈ પ્રકારનો અઇરછનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા સૂચના આપી હતી.

તેમજ જે વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે ત્યાં રાબેતા મુજબ વીજ પુરવઠો ચાલુ કરવા પીજીવીસીએલ વિભાગના તંત્રને સુચના આપવાની સાથે જે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે ત્યાં તેઓને ગુણવત્તા યુક્ત ખોરાક મળી રહે તેની વ્યવસ્થા કરી સ્થળાંતર કરાયેલ તમામ લોકોના આરોગ્યનું ચેકઅપ કરવામાં આવે તેની સૂચના અપાઇ હતી. જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા અતિભારે વરસાદની સ્થિતિમાં આયોજન બદ્ધ રીતે કામગીરી કરી હોવા બદલ જિલ્લા વહીવટી તંત્રની ટીમને પ્રોત્સાહન આપ્યું હતું.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ અતિભારે પડેલ વરસાદની સ્થિતિ અંગે બેઠક યોજ્યા બાદ તેઓ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના કંટ્રોલરૂમ ખાતે પહોંચ્યા હતા, અને ત્યાં તેઓએ કંટ્રોલરૂમ માંથી રાણાવાવ તથા કુતિયાણાના કંટ્રોલરૂમમાં અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી ત્યાંની સ્થિતિ જાણી જરૂરી સુચના આપી હતી. બોખીરા વિસ્તારમાં રસ્તો તોડી પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ ત્યાં નિરીક્ષણ કર્યું હતું. તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ને લીધે ટ્રેક્ટરમાં બેસી જિલ્લા વહીવટી તંત્રની ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્જાયેલ સ્થિતિનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. અને સ્થાનિક લોકો સાથે સર્જાયેલ પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમજ સ્થળાંતરિત કરેલ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે ત્યાં આશ્રય સ્થાન ખાતે આશ્રય લઇ રહેલ લોકોની મુલાકાત લઇ તેઓ માટે ભોજન, આરોગ્ય લક્ષી તમામ વ્યવસ્થાઓ પૂરી પાડવા પણ સૂચના અપાઇ હતી.

મંત્રીએ જણાવ્યું હતું કે જિલ્લા પ્રશાસન દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકલન કરીને ત્વરીત કામગીરી કરવામાં આવી છે. સરકાર અસરગ્રસ્તોની પડખે છે. કેન્દ્રીય મંત્રીની મુલાકાતની વેળાએ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા કલેક્ટર , કે.ડી. લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠકકર, જિલ્લા પોલીસ અધિક્ષક , ભગીરથસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, સહિત લોક પ્રતિનિધિઓ અને જિલ્લા વહીવટી તંત્રના અલગ અલગ વિભાગના અધિકારીઓ જોડાયા હતા.

  1. પોરબંદર જિલ્લાના બરડા અને ઘેડ વિસ્તારના ખેતરો જળમગ્ન, ખેડૂતોના પાકને નુકસાન - flood in Porbandar district
  2. પોરબંદરમાં મેઘરાજાએ વધારી મુસીબત, ૫૫૪ લોકોનું સ્થળાંતર, શાળાઓમાં આજે રજા જાહેર - heavy rainfall in porbandar
Last Updated : Jul 21, 2024, 8:57 AM IST

ABOUT THE AUTHOR

...view details