વડોદરા : લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠક પર 7 મેના રોજ મતદાન થશે, જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન સંભાળી છે.
વડોદરામાં કેસરિયો છવાયો, અમિત શાહનો રોડ શો યોજાયો અમિત શાહનો રોડ શો : મધ્ય ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. વડોદરા શહેરમાં અમિત શાહનો રોડ શો યોજાયો હતો. અમિત શાહે પહેરેલી ગુલાબી રંગની વિશેષ પાઘડી વડોદરાના ગાયકવાડી શાસનના રાજાની પાઘડી સાથે મળતી આવતી હતી. અમિત શાહના રોડ શોમાં વિશેષ વાહન પર ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા હાલના સાંસદ રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહપ્રધાનનું પુષ્પવર્ષાથી સ્વાગત :વડોદરા શહેરમાં રાજ્યના ગૃહપ્રધાન અમિત શાહનો રોડ શોમાં આગળના ભાગે શહેર-જિલ્લાના તમામ પદાધિકારીઓ ચાલતા હતા. પાછળના ભાગે કારનો કાફલો ચાલી રહ્યો હતો. સાથે જ અમિત શાહ દ્વારા રેલીમાં ભાગ લેનારા લોકો ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી રહી હતી. સાંજે 7 વાગ્યે શરૂ થયેલા રોડ શોનું રાત્રે 8:15 કલાકે સમાપન કરવામાં આવ્યું હતું.
વડોદરાની જનતાનો આભાર માન્યો :અમિત શાહે જણાવ્યું કે, વડોદરાના સૌ નાગરિકો, સીએમ પટેલ, ઉમેદવાર ડો. હેમાંગ જોશી તમામનું સ્વાગત કરવા માટે હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ. આજે તમામ જગ્યા પર મોદી મોદી થઈ ગયું છે. ગુજરાતમાં સતત ત્રીજી વખત ભાજપ 26 સીટ જીતશે. સમગ્ર વિશ્વએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીને બિરદાવી છે. આપણે એક ભારતીય તરીકે ગૌરવ અનુભવીએ કે એક ગુજરાતી વ્યક્તિ ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.
અમિત શાહની છબીએ આકર્ષણ જમાવ્યું :વડોદરા શહેરમાં રોડ-શોમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે વિશેષ તૈયાર કરવામાં આવેલા રથમાં વડોદરા ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી હાજર રહ્યા હતા. તે સિવાયના તમામ નેતાઓ અન્ય વાહનોમાં અથવા પગપાળા જોવા મળ્યા હતા. રોડ શોમાં માંડવી ગેટ પહેલા પ્રભુ શ્રી રામ પરિવારનો ફ્લોટ્સ તથા નાના બાળકોએ 10 હજાર મોઝેક દ્વારા તૈયાર કરેલ અમિત શાહની છબીએ અનોખું આકર્ષણ જમાવ્યું હતું.
વડોદરામાં કેસરિયો છવાયો :કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો રોડ શો સાંજે 7:10 કલાકે શહેરના પ્રતાગનગર ઋણમુક્તેશ્વર મંદિરથી શરૂ થયો હતો. જે ચોખંડી, માંડવી, લહેરીપુરા ગેટ, ભગતસિંહ ચોક, અને તાડ ફળીયા થઈને અંતિમ સ્થાન ખંડેરાવ માર્કેટ સુધી પહોંચ્યો હતો. સ્પેશિયલ કેસરી કારમાં સવાર થયેલા અમિત શાહના રોડ શોથી સમગ્ર માહોલ કેસરિયા જોવા મળ્યો હતો.
- ભરુચના રાજપારડીમાં કેન્દ્રીય ગૃહપ્રધાને મનસુખ વસાવા માટે પ્રચાર કર્યો - Loksabha Election 2024
- અમિત શાહની પોરબંદર લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સભા, મનસુખ માંડવીયાને જીતાડવા સાંભળો શું કહ્યું