ETV Bharat / state

વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી, સ્વામિનારાયણ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું - BICENTENARY CELEBRATIONS IN VADTAL

સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ ખાતે હાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે વડતાલ મંદિરને ભવ્ય રોશનીથી સજાવવામાં આવ્યું છે.

વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી
વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2024, 7:15 AM IST

ખેડા: સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ ખાતે હાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વિક્રમ સંવત 2081એ કારતક સુદ બારસની તિથિએ શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થતાં અને 201મું વર્ષ શરૂ થયું છે. ત્યારે વડતાલ મંદિરને ભવ્ય રોશનીથી સજાવવામાં આવ્યું છે.

વડતાલ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું: દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી નિમિત્તે વડતાલ મંદિરને ભવ્ય રોશનીથી સજાવવામાં આવ્યું છે. સમગ્ર મંદિર પરિસરને ઝળહળતું કરવામાં આવ્યું છે. સોનેરી મંદિર રોશનીમાં દિવ્યતાની અનુભુતિ કરાવી રહ્યું છે. ત્યારે વડતાલ ધામ ખાતે પહોંચી રહેલા હજારો હરિભક્તો ભગવાનના દર્શન કરવા સાથે ઝળહળતા મંદિરને નિહાળી ધન્યતા અનુભવી રહ્યા છે. મહોત્સવમાં સહભાગી થવા દેશ વિદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો વડતાલ ખાતે ઉમટી પડ્યા છે.

સ્વામિનારાયણ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું (Etv Bharat gujarat)

9 દિવસ સુધી મહોત્સવની ઉજવણી: વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી 7 થી 15 નવેમ્બર સુધી થવાની છે. જે અંતર્ગત વડતાલ ખાતે હાલ અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ભવ્યાતિભવ્ય મહોત્સવનો 7 નવેમ્બરના રોજ પોથીયાત્રા કળશયાત્રા સાથે ભવ્ય પ્રારંભ થયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે.

આ પણ વાંચો:

  1. વડતાલમાં ગુજરાતનો સૌથી મોટા મહાઅન્નકૂટનું આયોજન, 5000થી વધુ વાનગીનો ભોગ ધરાવાયો
  2. સ્વામિનારાયણ ભગવાનને નવા વર્ષે અન્નકૂટ ધરાવાયો, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા ઉપસ્થિત રહ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.