જામનગર: શહેરમાં આવેલ ગુલાબનગર વિસ્તારમાં રહેતા ભાજપ નેતા તથા પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જશરાજ પરમારના ઘરમાં રોકડ અને ટોકનથી ચાલતા ઓર્ગેનાઇઝ જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડીને 4 જુગારીઓને રુપિયા 2.70 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
પોલીસે ભાજપ નેતાના ઘરે જુગારધામ ઝડપ્યું: આ જુગારધામ અંગે મળતી માહિતી મુજબ જામનગરના ગુલાબનગરના શેરીનં-3 ચામુંડા કૃપા નામના મકાનમાં પહેલા માળે રહેતા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશરાજ દામજીભાઈ પરમાર પોતાના ઘરે જુગાર રમાડી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે PI પી.પી.ઝાની સુચનાથી PSI ઝેડ.એમ.મલેકે સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો.
પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો: જામનગર પોલીસે પાડેલા દરોડામાં જુગાર રમતા જશરાજ પરમાર ઉપરાંત વનરાજસિંહ દિલુભા જાડેજા, અરવિંદસિંહ બટુકસિંહ રાયજાદા અને હિતેશ હર્ષદરાય કોટેચાને રોકડ રૂ. 2. 70 લાખ સહિત રુ. 50 હજારની કિંમતના 2 બાઇક, રુ. 20 હજારની કિંમતના 4 મોબાઇલ ફોનનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ સાથે અલગ અલગ કલરના પ્લાસ્ટિક ટોકન પણ જપ્ત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, આરોપી ભાજપનેતા જસરાજ પરમારના પુત્ર પૂર્વ ડેપ્યુટી મેયર અને હાલ કોર્પોરેટર છે.
આ પણ વાંચો: