ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે, રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરની ઉપસ્થિતિમાં 15 જાન્યુઆરી 2025ના રોજ સઈજ ગામ, કલોલમાં ખોડિયાર-કલોલ રેલવે ખંડના લેવલ ક્રોસિંગ નંબર 233 પર નવનિર્મિત લિમિટેડ હાઈટ (LHS) સબવેનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે મંડળ રેલવે પ્રબંધક સુધીર કુમાર શર્માએ જણાવ્યું કે અમદાવાદ ખોડિયાર-કલોલ રેલવે ખંડના લેવલ ક્રોસિંગ નંબર 233 પર 7 કરોડ 25 લાખ રૂપિયાના ખર્ચે 25 મીટર બેરલ લાંબા નવનિર્મિત લિમિટેડ હાઈટ (LHS) સબવે જેનું લોકાર્પણ આજે ગૃહમંત્રી કર્યું. આનાથી ટ્રેનોની બહેતર પંક્ચ્યુઅલિટીને મદદ મળશે, માર્ગ અવરજવરની કનેક્ટિવિટી ઝડપી થશે, રેલવે ફાટકો પર વાહનોના રોકાવાની સમસ્યાથી માર્ગ યાત્રીઓને રાહત મળશે.