અમદાવાદ:એક સમય એવો હતો જ્યારે કુવાઓ, તળાવો, નહેરો અને નદીઓ દરેક જગ્યાએ દેખાતા હતા, પરંતુ હવે આજે પાણીનું સ્તર ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે, જેના કારણે વિશ્વભરમાં જળ સંકટ ઉભુ થયું છે. લોકોમાં પાણીનું મહત્વ મહત્વ સમજાવવા માટે દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો આજે આપણે વાત કરીશું વૈશ્વિક હેરીટેજ શહેરનો દરજ્જો ધરાવતા અમદાવાદ શહેરની પોળોમાં આજે પણ પાણી સંગ્રહ કરનારા ભૂગર્ભ પાણીના ટાંકા જોવા મળે છે.
પોળોમાં પાણી માટે છે ખાસ વ્યવસ્થા: જયારે પણ અમદાવાદમાં પાણીની તકલીફ હોય ત્યારે, વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ઘરમાં પાણીનાં ટાંકા બનાવવામાં આવતાં. જેમાં સંગ્રહ કરેલું પાણી, મુશ્કેલીના સમયમાં કામમાં લેવાતું હતુ. સંગ્રહ કરવામાં આવેલા આ પાણીના કારણે કોઈ વર્ષ વરસાદની દ્રષ્ટીએ નબળુ પણ જાય તો પણ શહેરની પોળોમાં રહેતા પરિવારોને પીવાના પાણીની સમસ્યા ખાસ રહેતી ના હતી. જેનો તે ઉપયોગ કરી શકે છે. આજે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી પોળોમાં પાણીના ભૂગર્ભ ટાંકા બચવા પામ્યા છે. તો આજે પણ આ ટાંકાને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે તો આ વ્યવસ્થાને બચાવી શકાય છે.