ભાવનગર:શહેરમાં ઉનાળુ વેકેશનનો પ્રારંભ શાળાઓથી થઈ ચૂક્યો છે, ત્યારે બાળકોને મોબાઇલથી દૂર રાખવા માટે માતા-પિતાઓ ઇત્તર પ્રવૃત્તિઓ કરાવતા હોય છે. ભાવનગર શહેરમાં મીવા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આકરી ગરમી વચ્ચે રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટથી વાલીઓ પણ સંતુષ્ટ છે. જો કે તેના કારણો પણ દર્શાવ્યા હતા.
ભાવનગરમાં મીવા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વેકેશન ક્રિકેટ ટુર્નામેન્ટ કેમ યોજાઈ:ભાવનગરના કાળિયાબીડમાં આવેલી KPS કોલેજ ખાતે મીવા ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટનું આયોજન કરતા જીતુભાઈ પાટીલે જણાવ્યું હતું કે, રમતથી બાળકો એકદમ ફ્રી થઈ જાય છે. તડકો હોય છે પણ રમતગમત થી બાળકોની અંદર જે શારીરિક વિકાસ છે એ થતો રહેતો હોય છે. જય શિવરાય ક્રિકેટ ક્લબ દ્વારા મીવા 2024 કપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંડર 14 લેવલના બાળકો માટે સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટની અંદર પાંચ ટીમે ભાગ લીધો અને આ પાંચ ટીમની અંદરની આજે ફાઈનલ મેચ ચાલી રહી છે. આ ફાઇનલ મેચની અંદર દક્ષિણા ક્રિકેટ ક્લબ અને જય શિવરાય ક્રિકેટ ક્લબ વચ્ચે આ ફાઈનલ મેચ છે. મારું માનવું છે કે, બાળકો જો મેદાનમાં વધારે રહેશે તો જેટલા વધારે રહેશે વેકેશનની અંદર એટલો જ એ લોકોની અંદર સ્ફુર્તિ રહેશે.
આકરી ગરમીમાં તડકા વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ વાલીઓએ તડકામાં ક્રિકેટને શ્રેષ્ઠ માન્યું: આકરી ગરમીમાં તડકા વચ્ચે ચાલતી ક્રિકેટ મેચને પગલે વાલીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં દેવેન્દ્ર સેંડેએ જણાવ્યું હતું કે, મેચ નિહાળવા માટે આવ્યો હતો અને આ ટુર્નામેન્ટ છોકરાઓ માટે એક સારો એક સંદેશ લઈને આવ્યો છે. વેકેશન માટે જે છોકરાઓ વેકેશનમાં ફિઝિકલ ફિટનેસ જે ભૂલી ગયા છે અને એનો આ ટુર્નામેન્ટ એક સારો ઇમ્પેક્ટ થાય છે, અને છોકરાઓ સારું આનું ફિઝિકલ ફિટનેશ માર્ગદર્શન મેળવે છે. પાટીલ સરની જે મહેનત છે એને બિરાજવા જેવી છે અને ખુબ સરસ આમાં છોકરાઓ માટે મહેનત કરે છે.
KPS કોલેજ ખાતે મીવા ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ભાવનગર શહેરમાં મીવા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મોબાઈલ ગેમમાંથી બહાર કાઢવા આ રમત સારી: આકરી ગરમી વચ્ચે બાળકોને જતા માતા-પિતાઓ રોકતા હોય છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે વાલીઓનો દ્રષ્ટિ કોણ બદલાયો છે. વાલી આશિષભાઈ શાહે જણાવ્યું હતું કે, મારો દીકરો અત્યારે 10 વરસનો છે પણ છેલ્લા એક વર્ષથી KPS સ્કૂલમાં અને પાટીલ સાહેબની સાથે એમના કોચિંગ સાથે અહીંયા ક્રિકેટ રમી રહ્યો છે, અને એનો વિકાસ એમાં થઈ રહ્યો છે. સાથે ક્રિકેટ આવા તડકાની અંદર છોકરાઓ રમવાથી જે અત્યારે મોબાઈલની ગેમ રમતા હોય એની કરતા ક્રિકેટની અંદર જે રીતે આગળ આવી રહ્યા છે. જે રીતે પાટીલ સાહેબનો અત્યારે વિકાસ જે ક્રિકેટની દ્રષ્ટિએ થઈ રહ્યો છે અને આવા તડકાની અંદર દરેક બાળકોને જે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. એ માટે અમે પેરેન્ટ તરીકે પાટીલ સાહેબનો ખુબ ખુબ આભાર માનીએ છીએ. જીવનમાં બાળકો ક્રિકેટ પ્રત્યે જે લાગણી અને અત્યારે જે રીતે આવા તડકાની અંદર ક્રિકેટ રમીને જે ગેમો બંધ થઈ ગઈ છે. ક્રિકેટથી મોબાઈલમાં રમાતી ગેમો કરતા બાહ્ય ક્રિકેટ જેવી ગેમ તડકામાં પણ સારી છે.
- આવો, જાણીએ ભાવનગરના અપક્ષ ઉમેદવારો વિશે, એકે પ્રચાર માટે આધુનિક માધ્યમ અપનાવ્યું જ્યારે બીજા છે માત્ર 26 વર્ષિય - Loksabha Election 2024