સુરતઃ તાજેતરમાં કઝાકિસ્તાન ખાતે 11મી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024 યોજાઈ હતી. જેમાં ઉમરપાડા તાલુકાના બલાલ કુવા ગામના એક આદિવાસી પરિવારમાં જન્મેલા રેખા દિલીપભાઈ વસાવાએ ઈતિહાસ રચ્યો છે. રેખા વસાવાએ વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ અને સિલ્વર બંને મેડલ ભારતના નામે કર્યા છે. તેમણે ભારતનું પ્રતિનિધિ આ સ્પર્ધામાં કર્યુ હતું. રેખા વસાવા હાલ ગુજરાત પોલીસ વિભાગ અંતર્ગત સુરત શહેરમાં ફરજ બજાવે છે.
ઉમરપાડાની રેખા વસાવાએ કઝાકિસ્તાનમાં યોજાયેલ 11મી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ સ્પર્ધામાં વર્લ્ડ રેકોર્ડ તોડ્યો - Rekha Vasava - REKHA VASAVA
ઉમરપાડા તાલુકાના બલાલ કુવા ગામની રેખા વસાવાએ કઝાકિસ્તાનમાં યોજાયેલ 11મી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી ગુજરાત અને ભારતને ગૌરવ અપાવ્યું છે. રેખા વસાવાએ વર્લ્ડ રેકોર્ડ તોડીને ગુજરાત પોલીસનું નામ રોશન કર્યુ છે.
Published : Jul 26, 2024, 5:53 PM IST
|Updated : Jul 26, 2024, 6:32 PM IST
ગોલ્ડ અને સિલ્વર બંને મેડલ જીત્યાઃ રેખા વસાવાએ વેટ કેટેગરી 80+1માં ટુ હેન્ડલ 65 કિલો ગ્રામ અને ટોટલ 300 કિલોમાં ગોલ્ડ મેડલ અને બેચમાં સિલ્વર મેડલ મેળવી વિશ્વ કક્ષાએ રેકોર્ડ તોડી ભારત દેશ અને ગુજરાત પોલીસનું નામ રોશન કર્યુ છે. આ ગૌરવવંતી સિદ્ધિ મેળવવાથી સુરત શહેર પોલીસમાં આનંદની લાગણી આપી ગઈ છે.
અભિનંદનની વર્ષાઃ સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમ ગહેલોત દ્વારા રેખા વસાવાને અભિનંદન આપવામાં આવ્યા હતા. વિશ્વ કક્ષાએ ગુજરાત અને આદિવાસી સમાજનું નામ રોશન કરતા વતન ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજ સહિત સમગ્ર આદિવાસી સમાજમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. ઠેર ઠેરથી રેખા વસાવા પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. રેખા વસાવાએ વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ અને સિલ્વર બંને મેડલ ભારતના નામે કર્યા છે. તેમણે ભારતનું પ્રતિનિધિ આ સ્પર્ધામાં કર્યુ હતું. રેખા વસાવા હાલ ગુજરાત પોલીસ વિભાગ અંતર્ગત સુરત શહેરમાં ફરજ બજાવે છે.