ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરના 2 યુવાનો બાઈક પર મહાકુંભ માટે 'રવાના', કેટલા દિવસમાં પહોંચશે જાણો - TWO YOUTHS WENT TO KUMBH BY BIKE

ભાવનગર શહેરના 2 યુવાનો નિમેષ જીવરાજાણી અને જૈમિત દેસાઈ બાઈક લઈને કુંભમાં જવા નીકળ્યા છે. જેમના પરિવારના લોકો અને મિત્રોએ ઉત્સાહભેર રવાના કર્યા છે.

ભાવનગરના 2 યુવાનો બાઈક પર મહાકુંભ માટે રવાના થયા છે.
ભાવનગરના 2 યુવાનો બાઈક પર મહાકુંભ માટે રવાના થયા છે. (etv bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 26, 2025, 1:11 PM IST

ભાવનગર: મહાકુંભમાં દેશ વિદેશમાંથી લોકો સ્નાન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે ભાવનગર શહેરના 2 યુવાનો કે જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાઈકલ લઈ જઈ આવ્યા. બાદ આ યુવકો નિમેષ જીવરાજાણી અને જૈમિત દેસાઈ બાઈક લઈને કુંભમાં જવા નીકળ્યા છે. ત્યારે તેમના પરિવાર દ્વારા તેમને ઉત્સાહભેર રવાના કરવામાં આવ્યા હતા. બંને યુવાનો મૌની અમાવસ્યાનું સ્નાન પ્રયાગરરાજમાં કરશે અને બાદમાં પરત ફરશે.

સાઈક્લિસ્ટો બાઇક લઈ નીકળ્યા મહાકુંભ: ભાવનગરના રહેવાસી નિમેષ જીવરાજાણી અને જૈમિત ત્રિવેદી નામના 2 યુવાનો પ્રયાગરાજ જવા રવાના થયા છે. નિમેષ જીવરાજાણી અને જૈમિત ત્રિવેદીને નીલમબાગ સહપરિવાર અને મિત્રો રવાના કરવા પહોંચ્યા હતા. નિલમબાગ ખાતે પરિવારે તિલક કરીને, મિત્રોએ ફુલહાર બાદ મો મીઠું કરાવીને શ્રીફળ વધેરીને રવાના કર્યા હતા. જો કે આ બંને મિત્રો અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સમયે સાઈકલ લઈને ભાવનગરથી અયોધ્યા પહોંચ્યા હતા.

ભાવનગરના 2 યુવાનો બાઈક પર મહાકુંભ માટે રવાના થયા છે. (etv bharat gujarat)
ભાવનગરના 2 યુવાનો બાઈક પર મહાકુંભ માટે રવાના થયા છે. (etv bharat gujarat)
ભાવનગરના 2 યુવાનો બાઈક પર મહાકુંભ માટે રવાના થયા છે. (etv bharat gujarat)

બાઈક પર કેટલા કિલોમીટરની યાત્રા થશે?:ભાવનગરથી નીકળેલા બંને યુવાનો પૈકી નિમેષ જીવરાજાણીએ જણાવ્યું હતું કે, અમે 8 દિવસનું આયોજન કર્યું છે. અમે ભાવનગરથી શરુ કરીને ચિત્રકૂટ થઈને પ્રયાગરાજ જઈશું. ત્યારબાદ પ્રયાગરાજ કુંભમેળામાં 29 જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યાનું સ્નાન કરીશુ. આગળ વાત કરતા નિમેષ જીવરાજાણીએ જણાવ્યું કે, આગળ અમે વારાણસી જશું. ત્યાં દર્શન કરીને 2 ફેબ્રુઆરીના રોજ પરત ફરીશું, અમારી આ યાત્રા 3 હજાર કિલોમીટરની છે. ત્યારે જૈમિત ત્રિવેદીએ જણાવ્યું કે, ગયા વર્ષે અમે બંને અયોધ્યા સાઈકલ લઈને ગયા હતા. અમે 12 વર્ષે આવતા મહાકુંભમાં બાઇક લઈને જઈએ છીએ. અમારો બાઈક યાત્રાનો પ્રવાસ કરીને, 8 દિવસમાં ભાવનગર પરત ફરીશું.

આ પણ વાંચો:

  1. પી. જયચંદ્રનનું નિધન: 16 હજારથી વધુ ગીતો રેકોર્ડ કરનાર કેરળના 'ભાવ ગાયકન'
  2. રાષ્ટ્રીય સ્તરે ગોળના ભાવમાં ઘટાડો, દેશના તમામ પ્રાંતનો ગોળ આવતા ગીરના રાબડા સંચાલકો મુશ્કેલીમાં

ABOUT THE AUTHOR

...view details