હડાદમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા બે ઝડપાયા બનાસકાંઠા :દાંતા તાલુકાના હડાદ ખાતે એક કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનો મામલો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. જોકે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે આરોપીની અટકાયત કરી છે. બીજી બાજુ સોમવારના રોજ હડાદ ગામના લોકોએ વેપાર-ધંધા બંધ રાખી રેલી કાઢી પોલીસ મથક ખાતે વિરોધ નોંધાવ્યો હતો.
કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય :બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હડાદ ગામમાં ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. અહીં પોલીસ સ્ટેશનમાં એક કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે જાણકારી મળતા પોલીસ વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે બે આરોપીની અટકાયત કરી જેલ હવાલે કર્યા હતા.
બે આરોપી ઝડપાયા :આ ઘટના સામે આવતા કેટલાક લોકો સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવતા હોવાની પણ વાત સામે આવી આવી હતી. આ અંગે બનાસકાંઠા SP અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવવા સૂચના આપી છે. આ ઘટનાની ફરિયાદ નોંધી અને બે આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.
ગ્રામજનોનો ઉગ્ર વિરોધ :બીજી તરફ સમગ્ર પંથકમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. જેના પગલે હડાદ ગામના લોકોએ વેપાર-ધંધા બંધ રાખ્યા હતા. ઉપરાંત ગ્રામજનોએ એકઠા થઈ રેલી કાઢી હડાદ પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી.
- જમીનના વિવાદમાં ખુદ ભત્રીજાએ કાકાની હત્યા કરી, દાંતીવાડા ડેમમાં લાશનો નિકાલ કરતાં ઝડપાયો
- Banaskantha Crime News: અમીરગઢ ચેકપોસ્ટ પરથી 4 કરોડ 26 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું, એક નાઈજિરિયન યુવતિની ધરપકડ