અમદાવાદઃ મુંબઈના પ્રથમ સાયકલ મેયર ફિરોઝા દાદાને આ રાઈડ 28મી જાન્યુઆરી, 2024ના રોજ શરૂ થઈ હતી. દાદને 800 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ અગ્રણી પહેલમાં ફિરોઝા દાદન સાથે જોડાયા હતા શ્રી રાકેશ મહેતા, રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી, અને સમર્પિત ટીમે પહેલને સમર્થન આપ્યું હતું. આજે ધોળાવીરા ટૂર અને "ટુ વ્હીલ્સ ફોર એ બેટર પ્લેનેટ" અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ અમદાવાદમાં યોજાઈ. આ પ્રેસ કોન્ફરન્સમાં ફિરોઝા દાદને સ્માર્ટ કમ્યુટ ફાઉન્ડેશનના હેતુને રજૂ કર્યો હતો.
મુંબઈથી ધોળાવીરાઃ આ અભિયાનમાં ગુજરાત સુધીની 1047 કિમીની સાયકલ યાત્રા કરવામાં આવશે. જેમાં યુનેસ્કોની સાઈટ્સ જેમ કે ચાંપાનેર, અમદાવાદ ઓલ્ડ સિટી, રાણકી વાવ અને ધોળાવીરા આવરી લેવામાં આવે છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ અને અન્ય ભાગીદારો દ્વારા સમર્થિત આ પહેલનો હેતુ સસ્ટેનેબલ ટ્રાવેલ અને સાંસ્કૃતિક સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. ધોળાવીરાના પ્રવાસનો પ્રાથમિક ધ્યેય વ્યક્તિઓ, સંસ્થાઓ અને તમામ હિતધારકોને પ્રદેશ અને દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક ટેપેસ્ટ્રીના સંશોધન દ્વારા ટકાઉ જીવનને અપનાવવા માટે પ્રેરણા આપવાનો છે. આ પ્રવાસ ઇકો-ફ્રેન્ડલી પ્રેક્ટિસ અને જવાબદાર પ્રવાસન પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે યોજવામાં આવ્યો છે.
પ્રથમ સાયકલ મેયરઃ મુંબઈના પ્રથમ સાયકલ મેયર અને સ્માર્ટ કમ્યુટ ફાઉન્ડેશનના ડાયરેક્ટર એવા ફિરોઝા સાયકલિંગને પ્રોત્સાહન મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. ઈકો-ફ્રેન્ડલી પ્રેક્ટિસ અને જવાબદાર પ્રવાસન પ્રત્યે પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત ઓઈલ એન્ડ ગેસ બેહેમથ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ અને અન્ય ભાગીદારોના ઉદાર સમર્થનથી ધોળાવીરાની ટૂર શક્ય બની છે. અત્યાર સુધીની સફર દરમિયાન ફિરોઝાને રોટરી ક્લબ ચેપ્ટર જેવી સેવાકીય સંસ્થાઓ તેમજ કોર્પોરેટ્સ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. આણંદમાં તેમને અમૂલ તરફથી ખાસ સપોર્ટ મળ્યો હતો. અમૂલના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસે દાદન સાથે વિષદ ચર્ચા કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.
હું માનું છું કે દરેક ક્રાંતિની શરૂઆત સિંગલ પેડલ સ્ટ્રોકથી થાય છે. સાઈકલિંગ દ્વારા, અમે માત્ર અમારી આસપાસના સૌંદર્યને જ અન્વેષણ કરતા નથી પરંતુ ટકાઉ અને સભાન ભવિષ્ય માટેનો માર્ગ પણ મોકળો કરીએ છીએ. આ અદ્ભુત પ્રવાસમાં મારી સાથે જોડાઓ જ્યારે આપણે હરિયાળા, સ્વસ્થ ગ્રહ તરફ પેડલ કરીએ છીએ - એક સમયે એક ક્રાંતિ...ફિરોઝા દાદન(સાયકલિસ્ટ અને ફાઉન્ડર, સ્માર્ટ કમ્પ્યુટ ફાઉન્ડેશન)
- Vadodara News : વડોદરાથી અયોધ્યા સાયકલ યાત્રા પર ઉપડ્યાં યુવાનો, જાણો સમગ્ર કાર્યક્રમ
- Rajkot News: રામ જન્મભૂમિના સંદેશા સાથે નવસારીના નરેશભાઈ આહિરની છેલ્લા 11 વર્ષથી 1700 કિમીની સાયકલ યાત્રા